'ડાંગ એક્સપ્રેસ' સરિતાની સોનેરી દોડ,યુરોપ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ

06 July, 2019 11:02 AM IST  |  યૂરોપ

'ડાંગ એક્સપ્રેસ' સરિતાની સોનેરી દોડ,યુરોપ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ

સરીતા ગાયકવાડ(ફાઈલ ફોટો)

સરિતા ગાયકવાડે વધુ એક સોનેરી દોડ લગાવી છે. સરિતાએ યુરોપ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સરિતાએ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે આ દોડ માત્ર 54.21 સેકન્ડમાં જ પૂર્ણ કરી.

સરીતા ડાંગના એક નાનકડા એવા કરાંડીઆંબા ગામમાંથી આવે છે. અને તેમને ડાંગ અને આસપાસના લોકો ડાંગ એક્સપ્રેસના નામે ઓળખે છે. સરીતાએ 2018માં એશિયન ગેમ્સમાં 4X400ની રીલે ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડાંગના એવા ગામ જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી ત્યાંથી સરિતાએ પોતાની સફરની શરૂઆત કરી હતી.

સરિતના ગામમાં વાહન વ્યવહાર પણ નથી. ગામથી ચાર થી પાંચ કિમી દૂર ચાલીએ ત્યારે બસ મળે છે. મોબાઈલ ફોનના ટાવર મેળવવા માટે નજીકના પહાડ પર જવું પડે છે. ત્યારે તમે વિચારી શકો છો કે તેના માટે આ સફર કેટલી કઠિન રહી હશે. પરંતુ આ તમામ અડચણોને પાર કરીને સરિતા દેશને ગૌરવ અપાવી રહી છે. સરિતાના માતા પિતાએ તેની સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે. તેમના પિતા ખેત મજૂર તરીકે કામ કરે છે. અને તેઓ દીકરીની સફળતાથી ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

સરિતના કોચએ કહ્યું હતું કે, સરિતાએ શૂઝ વગર દોડ લગાવી છે. અને જીતી પણ છે. તેને પહેલા શૂઝ સાથે દોડવું ફાવતું જ નહોતું. પરંતુ બાદમાં તેણે શૂઝ સાથે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી અને તેને સફળતા મળતી ગઈ. નડિયાદમાં તાલિમ લીધા બાદ તેને પટિયાલામાં નેશનલ કેમ્પમાં જવા મળ્યું અને બાદમાં તેણે જે સિદ્ધીઓ મેળવી તે ખરેખર બિરદાવવા લાયક છે. અત્યાર સુધી તેણે અનેક મેડલ્સ જીત્યા છે. અને હવે તેના ખાતામાં વધુ એક મેડલ મેળવ્યો છે. અને તેની આ દોડ યથાવત રહેશે.

sports news