સંજુ સેમસન ફરી પ્લેઈંગ ઈલેવનની બહાર, રોષે ભરાયેલા ચાહકોએ BCCIને ગણાવ્યું `પક્ષપાતી`

30 November, 2022 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સંજુ સેમસન આ પ્રવાસમાં માત્ર એક મેચ રમ્યો છે

ફાઇલ તસવીર

ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી ન્યૂ ઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડે (IND vs NZ) પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઋષભ પંત (Rishabh Pant)ની જગ્યાએ સંજુ સેમસન (Sanju Samson)ને તક આપવામાં આવશે, પરંતુ ટોસ પહેલાં વચગાળાના કોચ વીવીએસ લક્ષ્મણ (VVS Laxman)ને સ્પષ્ટ છે કટયું હતું કે પંત મેચ વિનર છે અને અમે તેને સપોર્ટ કરીશું અને તે ચોથા નંબર પર રમશે. સુકાની શિખર ધવને કોઈપણ ફેરફાર કર્યા વિના ટીમને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હોવા કર્યું. આ મુદ્દે સંજુ સેમસનના પ્રશંસકો વિફર્યા છે અને બીસીસીઆઈને પક્ષપાતી ગણાવી દીધું છે.

સંજુ સેમસન આ પ્રવાસમાં માત્ર એક મેચ રમ્યો છે, જેમાં તેણે યોગ્ય રન બનાવ્યા હતા અને પછી ટીમ કોમ્બિનેશનના નામે તેને બહાર બેસવું પડ્યું હતું. આના પર એક યુઝરે લખ્યું કે, "સંજુ સેમસન એકમાત્ર એવો ખેલાડી છે, જેણે 2015 પહેલાં ડેબ્યૂ કર્યો હતો અને તેણે આજ સુધી ICC ટૂર્નામેન્ટ નથી રમી, જ્યારે રિષભ પંત માત્ર 5 ODI રમીને 2019 વર્લ્ડ કપ રમ્યો હતો.”

અન્ય એક યુઝરે લખ્યું, "કેટલાક ખેલાડીઓએ ટીમમાં રહેવા માટે દરેક મેચમાં સારું પ્રદર્શન કરવું પડે છે, પરંતુ કેએલ રાહુલ, ઋષભ પંત અને કેટલાક ખેલાડીઓ એક મેચમાં પ્રદર્શન કરે છે અને 20 મેચ રમે છે અને પછી એક મેચમાં પ્રદર્શન કરે છે." જોએલ જ્હોન નામના યુઝરે ટ્વીટ કર્યું, "ભારતીય ટીમમાં હંમેશા સ્પષ્ટ ભેદભાવ રહ્યો છે. તે ઉત્તર અને દક્ષિણ વિશે પણ નથી. રોબિન ઉથપ્પા, ટીનુ યોહાનન, જેકબ માર્ટિન, શેલ્ડન જેક્સન. બીસીસીઆઈની કટ્ટરતા વિશે દરેકને યાદ અપાવવા માટે આ માત્ર થોડા નામ છે."

સંજુ સેમસનની તરફેણમાં આવ્યા શશી થરૂર

કેરળથી કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે (Shashi Tharoor) ટીમ ઈન્ડિયા પર સવાલો ઉઠાવ્યા છે. શશિ થરૂરે બુધવારે સવારે ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. શશિ થરૂરે ટ્વિટમાં વીવીએસ લક્ષ્મણના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં લક્ષ્મણે કહ્યું હતું કે “ઋષભ પંતે નંબર-4 પર વધુ સારું પ્રદર્શન કર્યું છે, આ સ્થિતિમાં ટીમ તેને સંપૂર્ણ સમર્થન આપશે."

આ પણ વાંચો: મૉરોક્કો સામેની અપસેટ હાર બાદ બેલ્જિયમ, નેધરલૅન્ડ્સમાં હુલ્લડ

sports news cricket news indian cricket team