16 March, 2026 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ સંજુ સૅમસને સાથી-ઓપનર અભિષેક શર્મા સાથેની ભાગીદારી વિશે મોટું નિવેદન આપ્યું છે. એક ન્યુઝ-ચૅનલની ઇવેન્ટમાં ચર્ચા દરમ્યાન સંજુએ કહ્યું હતું કે ‘અમે આઇસ-ફાયર નથી, ફાયર ઍન્ડ ફાયર છીએ. ક્યારેક તે આગ વરસાવે છે અને ક્યારેક હું પણ... અમારું કૉમ્બિનેશન એવું જ છે.’
સંજુએ વધુમાં કહ્યું હતું કે ‘અમારી કેરાલા-પંજાબની મિત્રતા મેદાનની વચ્ચે જ સ્પષ્ટ દેખાય છે. અમે મેદાન પર વસ્તુને વધુ પડતી જટિલ બનાવતા નથી. અભિષેક શાંત સ્વભાવ ધરાવતો ખૂબ બહાદુર માણસ છે. હું ખરેખર તેના પાત્રની પ્રશંસા કરું છું. મેદાનની અંદર અને બહાર મને ખરેખર તેની સાથેની મારી ભાગીદારીનો આનંદ મળે છે.’
અભિષેક શર્માએ રસપ્રદ ખુલાસો કર્યો હતો કે મેદાન પર સંજુ ઓપનિંગ ભાગીદારી સમયે પંજાબીમાં વાત કરીને સિક્સ મારવો કે નહીં એ વિશે સલાહ-સૂચન આપે છે.