સનથ જયસૂર્યાની મોતની ખબર સોશિયલ મીડિયા પર વાયરલ

27 May, 2019 03:23 PM IST  | 

સનથ જયસૂર્યાની મોતની ખબર સોશિયલ મીડિયા પર વાયરલ

સનથે જયસૂર્યાએ ટ્વીટ કરીને આપી માહિતી

સોમવારે 27મેના સવારે શ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યાની મોતની ખબર આગની જેમ ફેલાઈ હતી. જાણ થતાની સાથે ભારતીય સ્ટાર બોલર અશ્વિને ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, શું સનથ જયસૂર્યા સાથે જોડાયેલી ખબર સાચી છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ સમાચાર એવા હતા કે એક રોડ એક્સિડેન્ટમાં શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન મોત થયું છે. જો કે હવે સનથ જયસૂર્યાએ જાતે આ વાતનું ખંડન કર્યું છે કે તે સલામત છે અને તેમનો કોઈ અકસ્માત થયો નથી. વાયરલ થયેલ ન્યૂઝ ફેક છે.

વર્ષ 1996માં શ્રીલંકાના વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સનથ જયસૂર્યાને લઈને સોશિયલ મીડિયા પર ન્યૂઝ વાયરલ થયા હતા કે ટોરંટોમાં સનથ જયસૂર્યાને અકસ્માત નડ્યો છે જેમા તેમની મોત થઈ છે. અશ્વિન અને સનથ જયસૂર્યાની બાયોગ્રાફીના લેખક ચંદ્રેશ નારાયણે આ ન્યૂઝને ફેક કહી હતી.

આ પણ વાંચો: લગ્ન પછી હું જવાબદાર થઈ ગયો છું જે મને સારો કૅપ્ટન બનવામાં મદદ કરે છે : વિરાટ

અશ્વિન અને ચંદ્રેશ નારાયણ સાથે સનથ જયસૂર્યાએ આ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે. 'હું બિલકુલ સ્વસ્થ છે. મારા વિશે ફેલાવવામાં આવેલી ખબરો ખોટી છે. હું શ્રીલંકામાં જ છું કેનેડામાં નહી. કૃપા કરીને ખોટા સમાચાર શૅર કરશો નહી.' હાલ સનથ જયસૂર્યા ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. સનથ પર 2 વર્ષનો બૅન મુકવામાં આવ્યો છે જેના કારણે કોઈ પણ ઈન્ટરનેશનલ ક્રિકેટ ઈવેન્ટમાં ભાગ લઈ શકે નહી.

cricket news sports news gujarati mid-day