સૅમ કરેનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

05 July, 2020 04:19 PM IST  |  Mumbai | Agencies

સૅમ કરેનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

સેમ કેરેન

ઇંગ્લૅન્ડ ક્રિકેટર સૅમ કરેનને થોડા દિવસ પહેલાં અશક્તિ આવી હતી અને પેટ ખરાબ થયું હતું ત્યાર બાદ તેણે પોતાને સેલ્ફ-આઇસોલેટ કરી લીધો હતો. ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે તાજેતરમાં પુષ્ટિ કરી છે કે સૅમ કરેનનો કોરોના-રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સૅમનો રિપોર્ટ નેગેટિવ આવતાં ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડને રાહત થઈ છે. ઈસીબીએ કહ્યું કે ‘ઑલરાઉન્ડર સૅમ કેટલાક દિવસથી બીમાર હતો જેને કારણે તે ત્રણ દિવસની ઇન્ટ્રા ગ્રુપ મૅચ નહોતો રમી શક્યો. તેણે પોતાને સેલ્ફ-આઇસોલેટ કરી લીધો હતો. જોકે તેનો કોરોના-રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો હોવાથી આવતા ૨૪થી ૪૮ કલાકમાં તે ટ્રેઇનિંગમાં જોડાઈ જશે. જોકે એમ છતાં ડૉક્ટરો તેના પર સતત ધ્યાન રાખી રહ્યા છે. તેની બીજી કોરોના-ટેસ્ટ રવિવારે થશે.’
ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે બાથ ભીડવા માટે તૈયારી કરી રહી છે. બન્ને દેશો વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝની ૮ જુલાઈથી શરૂઆત થશે.

sports sports news