સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની મદદ માટે આગળ આવ્યો સચિન

05 August, 2020 01:20 PM IST  |  Mumbai | Agencies

સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની મદદ માટે આગળ આવ્યો સચિન

સચિન તેન્ડુલકર

કોરોનાકાળમાં ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની મદદ માટે સચિન તેન્ડુલકર આગળ આવ્યો છે. બાંદરા-ઈસ્ટમાં આવેલી સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ સોશ્યલ ચેન્જ (સીએસએસસી) સાથે સચિન જોડાયો છે. બાંદરા-ઈસ્ટમાં આવેલા ૧૨૫૦ ગરીબ પરિવારોને કોઈ પણ પ્રકારની અછત ન પડે એ માટે સચિન આગળ આવ્યો છે. આ ગરીબ પરિવારને ચોખા, ઘઉં, તુવેરદાળ, સાકર, ચા, મીઠું-મસાલા, નાહવાના તથા કપડાં ધોવાના સાબુ જેવા પદાર્થો આપવામાં આવ્યા હતા. સીએસએસસીની ટીમ આ કિટના વિતરણનું કામ સંભાળી રહી છે. દૈનિક આવક પર જીવનારા લોકો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સીએસએસસીના વડાએ આ મદદ માટે સચિન તેન્ડુલકરનો આભાર માન્યો હતો. આ પહેલાં પણ સચિને ગોવંડીમાં ગરીબ પરિવારોને મદદ પહોંચાડી હતી.

sachin tendulkar cricket news sports news lockdown coronavirus covid19