Video : સચિન તેંદુલકરની કાર ડ્રાઇવર વગર ચાલે છે

02 August, 2019 07:15 PM IST  |  Mumbai

Video : સચિન તેંદુલકરની કાર ડ્રાઇવર વગર ચાલે છે

સચિન તેંડુલકરની ડ્રાઇવર લેસ કાર

Mumbai : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સચિને પોતાના ટ્વીટર પર પોતાની કાર સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં સચિન તેંડુલકરે પહેલીવાર પોતાના ઘરનાં પાર્કિંગમાં ડ્રાઇવર લેસ કાર પાર્ક કરી હતી. મજેદાર વીડિયો પોસ્ટ કર્યા બાદ સચિનના ચાહકો પણ ખુશ થઇ ગયા હતા.


સચિન આ વિડીયોમાં જે કાર પર બેઠો હતો તે કાર જાતે જ ચાલતી હતી. આ વિડીયોને જોઇને એવું લાગી રહ્યું છે કે કોઈ અદ્રશ્ય કાર ડ્રાઇવર તેમની કારને ચલાવી રહ્યો છે. આ કારમાં સચિન ડ્રાઇવિંગ સીટ પર નહીં, પરંતુ તેની બાજુમાં બેઠો છે. ચોંકાવનારી રીતે કાર જાતે જ ચાલી રહી છે અને રોકાય પણ છે. પોતાની બ્રેક પણ ખુદ દબાવે છે.

 


શું કહ્યું સચિને આ વીડિયોમાં

સચિન કહે છે કે એવું લાગી રહ્યું છે કે જાણે મિસ્ટર ઇન્ડિયા (અનિલ કપુર)એ આ કારને નિયંત્રણમાં લીધી છે. તેમણે આ વિડીયોને શેર કરવાની સાથે સાથે લખ્યું કે, ‘મારી કાર ગેરેજમાં ખુદ જ પાર્ક થવાનો રોમાંચક અનુભવ. એવું લાગ્યું કે જાણે મિસ્ટર ઇન્ડિયા (અનિલ કપુર)એ આને નિયંત્રણમાં લીધી છે. મને વિશ્વાસ છે કે મારા દોસ્તની સાથે વીકેન્ડનો બાકીનો સમય આ જ રીતે રોમાંચક રહેશે.’

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

સચિન કારનો જબરો શોખીન છે
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ક્રિકેટની સાથે સાથે કારનો જબરો શોખીન છે. તેમના ગેરેજમાં Maruti 800થી લઇને Nissan GT-R અને ફેરારી જેવી કારો છે.

cricket news sachin tendulkar