03 August, 2025 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર શનિવારે મુંબઈના શિવાજી પાર્કમાં આવેલા પોતાના ગુરુ રમાકાંત આચરેકરના સ્મારકની મુલાકાત લેવા પહોંચ્યો હતો. સાદા કપડામાં અહીં પહોંચેલો માસ્ટર-બ્લાસ્ટર બૂટ-ચંપલ વગર ખુલ્લા પગે જોવા મળ્યો હતો. સ્મારકની સ્થિતિ નિહાળવાની સાથે તેણે હાથ જોડીને પોતાના ક્રિકેટકોચને યાદ કર્યા હતા. જાન્યુઆરી ૨૦૧૯માં રમાકાંત આચરેકરનું અવસાન થયું હતું.