ક્રિકેટ કોચ વાસુ પરાંજપેના નિધન પર સચિન તેંડુલકરે દુઃખ વ્યક્ત કર્યુ, પોસ્ટમાં લખ્યું કે..

31 August, 2021 04:31 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વાસુ પરાંજપેના નિધન પર અનેક હસ્તીઓ શોક વ્યક્ત કરી રહ્યાં છે. ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંડુલકરે પણ શોક વ્યક્ત કર્યો છે.

સચિન તેંડુલકર

ભારતના પૂર્વ ક્રિકેટર અને કોચ વાસુ પરાંજપેનું સોમવારે નિધન થયું હતુ. તેમના વિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે. મુંબઈ સ્થિત તેમના નિવાસ સ્થાને જ 82 વર્ષની વયે વાસુ પરાંજપેએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમને સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજોના માર્ગદર્શક માનવામાં આવતા હતા.ગાવસ્કરને ઉપનામ `સની` આપનારા વાસુ પરાંજપે હતાં. 

વાસુ પરાંજપેના નિધન પર અનેક હસ્તીઓ શોક વ્યક્ત કરી રહ્યાં છે. ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંડુલકરે પ્રખ્યાત કોચ વાસુ પરાંજપેને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમને તેમના શ્રેષ્ઠ કોચ તરીકે વર્ણવ્યા હતા. પરાંજપેનું સોમવારે 82 વર્ષની વયે અવસાન થયું હતું.

તેંડુલકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, `વાસુ સર, હું જે શ્રેષ્ઠ કોચ હેઠળ રમ્યો હતો તેમાંથી એક હતા. તે બાળપણથી મારી ક્રિકેટ યાત્રાનો અભિન્ન ભાગ રહ્યા છે અને ઘણી રીતે મારા માર્ગદર્શક રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, `મારી કારકિર્દીની શરૂઆતમાં, તે મને મરાઠીમાં કહેતા હતાં કે પ્રથમ 15 મિનિટ જુઓ અને વિરોધી ટીમ તમને સમગ્ર મેચ દરમિયાન જોશે." તે ખૂબ રમુજી હતા અને ક્રિકેટનું અપાર જ્ઞાન ધરાવતા હતા. હું તેને થોડા મહિના પહેલા જ મળ્યો હતો અને તે તેને તેવા જ મજાકિયા અંદાજમાં જોવા મળ્યા હતાં.`

sports news sachin tendulkar cricket mumbai