સચિને તેન્ડુલકરે કર્યાં જેસન હોલ્ડરનાં વખાણ

18 July, 2020 04:22 PM IST  |  Manchester | Agencies

સચિને તેન્ડુલકરે કર્યાં જેસન હોલ્ડરનાં વખાણ

સચિને તેન્ડુલકર

વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડરે બીજી ટેસ્ટ મૅચના પહેલા સેશનમાં સ્પિનરોને રમવા ઉતાર્યા હોવાથી સચિન તેન્ડુલકરે તેને શાબાશી આપી છે. સચિને કહ્યું કે ‘પહેલા સેશનમાં સ્પિનરોને ઘણી સારી મદદ મળી રહે છે અને બૅટ્સમેનો માટે રમવું અઘરું થઈ પડે છે. સચિને કહ્યું કે ‘પહેલા સેશનમાં મેં નોટિસ કર્યું હતું કે કેટલાક ફાસ્ટ બોલરોના બૉલ વિકેટકીપરના હાથમાં બરાબર રીતે નહોતા પહોંચી રહ્યા. પિચ ઘણી ધીમી લાગી રહી હતી. જેસન હોલ્ડરે ખરેખર એક સારો નિર્ણય લઈને સ્પિનરોને પહેલાં રમવા ઉતાર્યા જેમણે બૉલ પર ગ્રીપ મેળવી. જો રૂટ અને ડોમ સિબ્લી વચ્ચેની પાર્ટનરશિપ પણ ઘણી મહત્ત્વની રહી. વેસ્ટ ઇન્ડીઝે આ જોડીને તોડવા માટે કોઈક રસ્તો કાઢવો પડશે. ઓલ્ડ ટ્રેફર્ડની સરફેસ ઘણી હાર્ડ છે અને જ્યારે એ ભીની થાય છે ત્યારે બૉલ ધીમો પડી જાય છે. જોકે ટીમ કેવી રીતે રમે છે એના પર વધુ નિર્ભર રહે છે.’

ઉલ્લેખનીય છે કે સિબ્લી અને સ્ટોક વચ્ચે બીજી ટેસ્ટના પહેલા દિવસના અંતે ૧૩૪ રનની ભાગીદારી થઈ હતી.

sachin tendulkar west indies england cricket news sports news