4000 જેટલા ગરીબ પરિવારને નાણાકીય મદદ કરશે તેન્ડુલકર

10 May, 2020 02:35 PM IST  |  Mumbai | Agencies

4000 જેટલા ગરીબ પરિવારને નાણાકીય મદદ કરશે તેન્ડુલકર

સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકર ફરી એક વાર ગરીબોનો બેલી બનીને આગળ આવ્યો છે. આ વખતે લિટલ માસ્ટર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) સ્કૂલનાં બાળકો અને મુંબઈના અંદાજે ૪૦૦૦ ગરીબ પરિવારોને નાણાકીય મદદ કરશે. તેન્ડુલકરે હાઈ 5 યુથ ફાઉન્ડેશ નામના એનજીઓને નાણાંનું દાન પણ આપ્યું છે. જોકે નાણાંનો આંકડો જાહેર કરવમાં આવ્ચો નથી. એનજીઓએ આ માટે તેન્ડુલકરનો આભાર માનતી ટ્વીટ પણ કરી હતી. એનજીઓએ કહ્યું કે ‘ફરી એક વાર મદદ કરવા માટે સચિન તેન્ડુલકરનો આભાર. કોવિડ-19ના આ ગાળામાં તમે આપેલા ડોનેશનથી અંદાજે ૪૦૦૦ ગરીબ પરિવારનો અને બીએમસીમાં ભણતાં બાળકોને નાણાકીય સહાય પહોંચાડી શકાશે. અમારા બિડિંગ સ્પોર્ટ્સપર્સન થૅન્ક યુ. ‌લિટલ માસ્ટર.’

આ ટ્વીટનો જવાબ આપી સચિને તેમને શુભેચ્છા આપી હતી. આ પહેલાં પણ સચિન અન્ય સંસ્થાઓને મદદ કરવાની સાથે પીએમ કૅર ફંડમાં ડોનેશન આપી ચૂક્યો છે.

sachin tendulkar cricket news coronavirus sports news