ICCના પર્થની પિચ બાબતના રેટિંગ સાથે સચિન તેન્ડુલકર અસહમત

14 February, 2019 02:16 PM IST  | 

ICCના પર્થની પિચ બાબતના રેટિંગ સાથે સચિન તેન્ડુલકર અસહમત

સચિન તેન્ડુલકર

બૅટિંગ જિનિયસ સચિન તેન્ડુલકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘પર્થની પિચ ‘કોઈ પણ કારણોસર’ ઍવરેજ ન હતી. ટેસ્ટ-ક્રિકેટને જીવંત અને રોચક રાખવા પિચ મહkવની છે. પર્થ જેવી પિચની જરૂર છે જ્યાં બૅટ્સમૅન અને બોલર બન્નેની સ્કિલ પરખાઈ શકે.’

૨૦૧૩માં રેકૉર્ડ ૨૦૦મી ટેસ્ટ રમીને રિટાયર થનાર સચિને ૧૯૯૨ની ઑસ્ટ્રેલિયન ટૂરમાં પર્થમાં ભવ્ય ૧૧૪ રન ફટકાર્યા હતા. પર્થની જે પિચ પર બૉર્ડર-ગાવસકર સિરીઝની બીજી ટેસ્ટ રમાઈ હતી એ પિચને ICCના મૅચ-રેફરી રંજન મદુગલેએ સૌથી ખરાબ ‘ઍવરેજ’ રેટિંગ આપતાં ઑસ્ટ્રેલિયન પેસ બૉલર મિચલ સ્ટાર્કે પણ નિરાશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘પર્થ ટેસ્ટમાં પેસ બોલરો દ્વારા સારી આક્રમક રમતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઍવરેજ રેટિંગને કારણે ક્રિકેટ બૅટ્સમેનોની રમત બનતી જઈ રહી છે. રમતના પ્રશંસક તરીકે ઍવરેજ રેટિંગથી હું હતાશ થયો છું. મારું માનવું છે કે એ ટેસ્ટમાં બૅટ અને બૉલ વચ્ચે શાનદાર મુકાબલો થયો હતો અને એવી જ રોમાંચક ટેસ્ટ-ક્રિકેટ આપણને જોવી ગમે છે. દાખલા તરીકે ગયા વર્ષે મેલબર્નમાં પિચથી કોઈ મદદ મળી ન હતી જેને કારણે ટેસ્ટ નીરસ ડ્રૉમાં પરિણમી હતી. પર્થની પિચમાં છેલ્લા બે દિવસે તડ પડી હતી, પણ સપાટ પિચ બનાવવાને કારણે ક્રિકેટ બૅટ્સમેનોની રમત બનતી જઈ રહી છે, જ્યારે બૉલ હવાને કારણે ઊછળતો હોય અને બૅટ્સમૅનને રમવામાં તકલીફ થાય ત્યારે રમતમાં મજા આવે છે. હું અમારા બોલિંગ-કોચ ડેવિડ સેકર સાથે સ્વિંગ પર કામ કરી રહ્યો છું.

મેં પર્થ પહેલાં ઍડીલેડમાં પણ સ્વિંગ કરી હતી અને હજી વધુ કરવા માગું છું. અમે ભારતના ઓપનરોને પહેલી બન્ને ટેસ્ટમાં જલદી આઉટ કરવામાં સફળ રહ્યા હતા અને આગામી બન્ને ટેસ્ટમાં જો ભારતની ઓપનિંગ જોડી ચેન્જ થાય તો પણ તેમને જલદી આઉટ કરવાની કોશિશ કરીશું. વિરાટ કોહલી પર્થની પહેલી ઇનિંગ્સમાં શાનદાર રમ્યો હતો. અમે તેને અને ભારતના મિડલ-ઑર્ડરને જલદી આઉટ કરવાની કોશિશ કરીશું.’ મિચલ સ્ટાર્કે વર્તમાન સિરીઝમાં કુલ ૧૦ વિકેટ લીધી છે.

sachin tendulkar perth border-gavaskar trophy team india australia