સચિને સર પાસેથી જીતેલા અણમોલ ૧૩ સિક્કા સાચવી રાખ્યા છે

14 February, 2019 03:07 PM IST  | 

સચિને સર પાસેથી જીતેલા અણમોલ ૧૩ સિક્કા સાચવી રાખ્યા છે

રમાકાંત આચરેકરને પગે લાગતા સચિન તેન્ડુલકર (ફાઈલ તસવીર)

કોચ રમાકાન્ત આચરેકર તેમના શિષ્યો પાસેથી સર્વશ્રેષ્ઠથી ઓછું ઇચ્છતા નહોતા. સચિનની બૅટિંગ શરૂઆતના દિવસોમાં ઝાડની પાછળ જઈને જોતા હતા, કારણ કે તેમની હાજરીમાં સચિન નર્વસ થઈ જતો હતો. આચરેકર સરે તેન્ડુલકરની ટૅલન્ટને શરૂઆતમાં ઓળખી લીધી હતી. તે સ્ટમ્પ પર એક રૂપિયાનો સિક્કો મૂકતાં અને બોલરોને ચૅલેન્જ આપતા કે જે તેન્ડુલકરને આઉટ કરીને બતાવશે તેને આ સિક્કો મળશે. જોકે કોઈ સચિનને આઉટ કરી શકતું નહીં. સચિન આજે પણ એ સિક્કાને અણમોલ માને છે.

 એક વખત આચરેકર સરે તેને લાફો માર્યો હતો, કારણ કે સચિન પોતાની મૅચ મિસ કરીને વાનખેડે સ્ટેડિયમમાં સ્કૂલની ફાઇનલ મૅચ જોવા ગયો હતો. સરે તેને સમજાવ્યો કે બીજા માટે તાળીઓ પાડવા કરતાં લોકો તમારા માટે તાળી પાડે એના માટે મહેનત કરવી જોઈએ. જે ખેલાડીઓએ ૧૯૮૦ અને ૧૯૯૦ના સમયમાં તેમની હેઠળ કોચિંગ લીધું હતું તેમની પાસે સર સાથેના પોતાના યાદગાર કિસ્સાઓ છે.

આ પણ વાંચોઃ સચિનને કૅમ્પમાં લેવાની કેમ આચરેકરે પહેલાં ના પાડી?

સચિન અને કાંબળીએ ૬૬૪ રનની વિક્રમી પાર્ટનરશિપ કરી હતી ત્યારે આચરેકર સરે કાંબળીને ઠપકો આપ્યો હતો, કારણ કે આચરેકર સરે ઇનિંગ્સ જલદી ડિક્લેર કરવાની સલાહ આપી હતી અને કાંબળીએ મૅચના બીજા દિવસે લંચ વખતે પબ્લિક ફોન પર સરને કહ્યું હતું કે તેમને એક ઓવર હજી રમવાની પરમિશન આપે જેથી તે ૩૫૦મો રન બનાવી શકે.

sachin tendulkar cricket news sports news