રોહિત શર્માએ ટ્વિટર પર શૅર કરી એક ફોટો, જેમાં 900 સિક્સરની ઝલક દેખાઇ

08 August, 2019 03:36 PM IST  | 

રોહિત શર્માએ ટ્વિટર પર શૅર કરી એક ફોટો, જેમાં 900 સિક્સરની ઝલક દેખાઇ

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝને ટી20 સીરિઝમાં વ્હાઇટવોસ કર્યા બાદ હવે વન-ડે સીરિઝમાં પછાડવા માટે તૈયાર છે. ટી20 સીરિઝમાં રોહિત શર્માએ બીજી મેચમાં ધમાકેદાર હાફ સેન્ચુરી ફટકારી હતી. મેચમાં રોહિત શર્માએ ધમાકેદાર સિક્સર્સનો વરસાદ કર્યો હતો. વર્લ્ડ કપ 2019માં રોહિત શર્માએ 5 સેન્ચુરી ફટકારી હતી અને વર્લ્ડ કપ પછી રોહિત શર્મા આ જ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ઉપક્પ્તાન અને હીટમેન રોહિત શર્મા ક્રિસ ગેલ સાથે હાલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 900 સિક્સરને સેલિબ્રેટ કરી રહ્યો છે. રોહિત શર્મા અને ક્રિસ ગેલે ઈન્ટરનેશનલ ક્રિકેટામાં કુલ 900 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેના અને ગેલના 900 સિક્સરના રેકોર્ડની એક ઝલક જાહેર કરી છે.

રોહિત શર્માએ તેના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં તે ક્રિસ ગેલ અને રોહિત શર્મા દેખાઈ રહ્યા છે. ફોટોમાં રોહિત અને ગેલની ટીશર્ટનો નંબર દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા અને ક્રિસ ગેલની ટી- શર્ટનો નંબર 45 છે. બન્નેના 45 નંબરને જોડીયે તો ટોટલ 90 થાય છે. બન્ને ખેલાડીઓએ અત્યાર સુધી કુલ 900 સિક્સર ફટકાર્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી રોહિત શર્માએ 371 સિક્સર ફટકારી છે જ્યારે ક્રિસ ગેલના નામે 529 સિક્સર છે.

આ પણ વાંચો: ગોવાના મિનિસ્ટરે આઇઓએએ ફટકારેલા દંડને ભરવાની ના પાડી

અત્યારે સૌથી વધુ સિક્સર ફટકારવાના રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે ઉલ્લેખનીય છે કે, ભારત સામે રમાનારી પહેલી વન-ડે ક્રિસ ગેલના કરિઅરની છેલ્લી વન-ડે રહેશે. આજે ક્રિસ ગેલ તેની છેલ્લી ઈન્ટરનેશનલ વન-ડે રમવા માટે મેદાન પર ઉતરશે. ભારત તરફથી સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ રોહિતના નામે જ છે. ક્રિસ ગેલ અને રોહિત શર્મા બન્ને હાલ ફોર્મમાં છે અને છેલ્લી વાર વન-ડે મેચ આમને-સામને રમશે ત્યારે કોણ વધુ સિક્સર ફટકારે છે તે જોવાનું રહેશે.

rohit sharma chris gayle gujarati mid-day