રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની ટી20માં સુકાની બનશે, કોહલીને આરામ અપાશે

19 October, 2019 08:00 PM IST  |  Mumbai

રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની ટી20માં સુકાની બનશે, કોહલીને આરામ અપાશે

વિરાટ કોહલી અને રોહિત શર્મા (PC : BCCI)

Mumbai : ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીને લઇને સમાચાર મળી રહ્યા છે કે ઘરઆંગણે રમાનારી બાંગ્લાદેશ સામેની ટી20 સીરિઝમાં ભાગ નહીં લે. બીસીસીઆઇના સુત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે વિરાટ કોહલીને બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની સીરિઝમાં આરામ આપવામાં આવી શકે છે.


બાંગ્લાદેશ સામે અન્ય સીનિયર ખેલાડીઓને પણ આરામ આપી શકે છે
મળી રહેલ માહિતી પ્રમાણે બાંગ્લાદેશ સામેની ટી20 સીરિઝમાં ટીમના અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે જવાબદારી આપવામાં આવી શકે છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે જ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પાંચ વન-ડે મેચની સીરિઝમાં ત્રણ મેચ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો.


બાંગ્લાદેશ સામેની સીરિઝ માટે ટીમની પસંદગી 24મી ઓક્ટોબરે થશે
બાંગ્લાદેશ સામે ત્રણ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી 24મી ઓક્ટોબરના રોજ થશે. બોર્ડના આગામી અધ્યક્ષ સૌરવ ગાંગુલી તે અગાઉ ધોનીના ભવિષ્યને લઈ પસંદગીકર્તા સમક્ષ વાત કરશે. મહત્વનું છે કે ધોની વર્લ્ડ કપ બાદ એક પણ મેચ રમ્યો નથી. એવું માનવામાં આવે છે કે ઋષભ પંતના ખરાબ ફોર્મને જોતા બાંગ્લાદેશ સામે સીરિઝ માટે તેને ફરી ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝથી પુનરાગમન કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોહલી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટની સિરીઝથી પરત ફરશે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ મેચ રમવા ઈચ્છે છે. કોહલીએ પુણેમાં દક્ષિણ આફ્રીકા સામે બીજી ટેસ્ટ બાદ કહ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પોઈન્ટ ઘણા મહત્વના છે. અમે તેને ઘણુ મહત્વ આપી છીએ. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વેસ્ટઇન્ડિઝ સામે બે ટેસ્ટની સિરીઝ 2-0 થી જીતી હતી.

cricket news virat kohli rohit sharma team india