25 September, 2026 09:27 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા અને વિરાટ કોહલી
કેરલમના તિરુવનંતપુરમમાં ૨૭ સપ્ટેમ્બરે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝનો પ્રારંભ થશે. વેસ્ટ ઇન્ડીઝની સ્ક્વૉડ સહિત ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર, કૅપ્ટન શુભમન ગિલ સહિતના મોટા ભાગના ખેલાડીઓ તિરુવનંતપુરમ પહોંચી ગયા છે.
સિરીઝ માટેના પ્રૅક્ટિસ-સેશન પહેલાં ટીમના સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી કોઈ બ્રૅન્ડના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. વિરાટ કોહલી ૧૮ જાન્યુઆરીએ અને રોહિત શર્મા ૨૦ જૂને ભારતમાં છેલ્લી વખત ભારત માટે વન-ડે મૅચ રમ્યો હતો.