13 August, 2025 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક નાયર સાથે ફરી ફિટનેસ ટ્રેઇનિંગ શરૂ કરી રોહિત શર્માએ
ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ ગઈ કાલે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને સહાયક કોચ અભિષેક નાયર સાથે જિમનો ફોટો શૅર કર્યો હતો. હાલમાં જ લાંબા વેકેશન પરથી પરત ફરેલા રોહિત શર્માની બૅટિંગ અને ફિટનેસમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરનાર અભિષેક નાયર તેના મિત્ર હોવાની સાથે પર્સનલ ફિટનેસ ટ્રેઇનર જેવો બની ગયો છે. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં પણ રોહિત શર્માએ અભિષેક સાથે જ ફિટનેસ પર કામ કર્યું હતું. અભિષેક નાયર કોલકાતા નાઇટ રાઇડર્સમાં બૅટિંગ કોચ અને વિમેન્સ ટીમ યુપી વૉરિયર્સમાં હેડ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે.