સ્મિથ અને વિરાટ કોહલીને મેં અને રોહિત શર્માએ બનાવ્યા છે: વૉર્નર

10 May, 2020 02:35 PM IST  |  New Delhi | Agencies

સ્મિથ અને વિરાટ કોહલીને મેં અને રોહિત શર્માએ બનાવ્યા છે: વૉર્નર

ડેવિડ વૉર્નર અને રોહિત શર્મા

ભારત અને ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્મા અને ડેવિડ વૉર્નરે તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાતચીત કરી હતી અને પોતાના જૂના દિવસોનાં કેટલાંક ચૅપ્ટરને યાદ કર્યાં હતાં. આ બન્ને પોતપોતાની કરીઅરમાં મિડલ ઑર્ડર અને લોઅર ઑર્ડરમાં રમતા હતા, પણ જેવી તેમને ઓપનર તરીકે તક મળી કે તરત જ તેમણે પોતાની કમાલ બતાવી દીધી. આ મુદ્દે વાત કરતાં વૉર્નરે કહ્યું કે ‘હું પહેલાં મિડલ ઑર્ડરમાં રમતો હતો અને એ વખતે ડોમિનિક થૉર્નલી ન્યુ સાઉથ વેલ્સનો કૅપ્ટન હતો અને ફિલિપ ઓપનર હતો. અચાનક એક દિવસ મને ઓપનિંગ કરવાનું કહેવામાં આવ્યું. એ વખતે હું બોલિંગ કરતો હતો જેને મેં જવા દીધી અને એમસીજીમાં ૮૦,૦૦૦ લોકો સામે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમતાં મેં ઓપનિંગ કરી હતી. લોકો કહે છે કે કોહલી અને સ્મિથ વર્લ્ડના બેસ્ટ બૅટ્સમૅન છે, પણ ઓપનર તરીકે નવા બૉલને ફટકારીને એની ચમક અમે ઉતારી છે એટલે તેઓ વર્લ્ડ બેસ્ટ બૅટ્સમૅન બની શક્યા છે.’

રોહિત શર્મા પણ પહેલાં બૅટિંગની સાથે બોલિંગ કરતો હતો અને તેણે ૨૦૦૯માં આઇપીએલમાં હૅટ-ટ્રિક પણ લીધી હતી. એ ઉપરાંત બન્ને પ્લેયરોએ ઍરોન ફિન્ચ અને શિખર ધવન વિશે પણ વાત કરી હતી કે કઈ રીતે તેઓ મૅચનો પહેલો બૉલ પોતે ફેસ કરવા નહોતા માગતા.

rohit sharma david warner steve smith india australia cricket news sports news