રોહિત શર્મા ટેસ્ટ અને વન-ડેમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો ચોથો ખેલાડી

20 October, 2019 08:10 PM IST  |  Ranchi

રોહિત શર્મા ટેસ્ટ અને વન-ડેમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો ચોથો ખેલાડી

રોહિત શર્મા (PC : BCCI)

Ranchi : ભારતીય ઓપનર રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં 212 રનની ઇનિંગ્સ રમી હતી. આ તેના કરિયરની પહેલી ડબલ સેન્ચુરી હતી. રોહિત ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં ડબલ સેન્ચુરી મારનાર ભારતનો ત્રીજો અને વર્લ્ડનો ચોથો બેટ્સમેન છે. તેની પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને વિન્ડીઝના ક્રિસ ગેલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિતની આ સીરિઝમાં ત્રીજી સદી હતી. તેણે પ્રથમ ટેસ્ટમાં વિશાખાપટ્ટનમ ખાતે બંને ઇનિંગ્સમાં સદી મારી હતી.


રોહિતે સીરિઝમાં 19 છગ્ગા ફટકારવાનો પણ રેકોર્ડ નોંધાવ્યો
મહત્વનું છે કે રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામેની ઘર આંગણેની સીરિઝમાં 19 છગ્ગા ફટકાર્યા છે. તે કોઈ પણ સીરિઝમાં સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેન બન્યો છે. તેણે વિન્ડીઝના શિમરોન હેટમાયરનો 15 સિક્સનો રેકોર્ડ તોડ્યો છે. ભારત માટે હરભજન સિંહે સૌથી વધુ 14 સિક્સ મારી હતી. ભજ્જીએ 2010માં કિવિઝ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.


સચિન બંને ફોર્મેટમાં સદી ફટકારનાર પહેલા બેટ્સમેન હતા
વિરેન્દ્ર સહેવાગના નામે ટેસ્ટમાં 6 અને વનડેમાં 1 ડબલ સેન્ચુરી છે. સચિને પણ ટેસ્ટમાં 6 ડબલ સેન્ચુરી મારી છે. તે વનડેમાં ડબલ સેન્ચુરી મારનાર પ્રથમ બેટ્સમેન હતા. તેમણે દ. આફ્રિકા વિરુદ્ધ ગ્વાલિયરમાં 2010માં 200 રન કર્યા હતા. રોહિતે વનડેમાં સૌથી વધુ ત્રણ બેવડી સદી મારી છે. રોહિતે 2014માં કોલકાતા ખાતે શ્રીલંકા વિરુદ્ધ 264 રન કર્યા હતા. 2013માં ઓસ્ટ્રેલિયા સામે 209 અને 2017માં લંકા સામે મોહાલી ખાતે 208 રન કર્યા હતા.

આ પણ જુઓ : ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો

રોહિત ભારત માટે એક સીરિઝમાં 500 રન કરનાર પાંચમો ઓપનર બન્યો
રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામે 500થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય બન્યો. અગાઉ પ્રોટિયાસ સામે સૌથી વધુ રનનો રેકોર્ડ મોહમ્મદ અઝહરના નામે હતો. અઝહરે 1996/97માં 388 રન કર્યા હતા. રોહિત ભારત માટે એક સીરિઝમાં 500 રન કરનાર પાંચમો ઓપનર બન્યો હતો. તેની પહેલા વિનુ માંકડ, બી કુંદરન, સુનિલ ગાવસ્કર (5 વાર) અને વિરેન્દ્ર સહેવાગ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

cricket news rohit sharma team india