લારાનો નૉટઆઉટ 400 રનનો રેકૉર્ડ રોહિત શર્મા તોડી શકે છે : ડેવિડ વૉર્નર

02 December, 2019 12:22 PM IST  |  Mumbai

લારાનો નૉટઆઉટ 400 રનનો રેકૉર્ડ રોહિત શર્મા તોડી શકે છે : ડેવિડ વૉર્નર

રોહિત શર્મા

(આઇ.એ.એન.એસ.) ઑસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વૉર્નરનું કહેવું છે કે વેસ્ટ ઇન્ડીઝના લેજન્ડ બ્રાયન લારાનો રેકૉર્ડ રોહિત શર્મા તોડી શકે છે. ટેસ્ટ મૅચમાં લારાએ નૉટઆઉટ 400 રન કર્યા હતા. આ રેકૉર્ડ તોડવાનો ચાન્સ ડેવિડ વૉર્નર પાસે હતો, પરંતુ પાકિસ્તાન સામેની ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ દાવ ડિક્લેર કરી દીધો હોવાથી તેણે એ તક ગુમાવવી પડી હતી. જોકે આનાથી ક્રિકેટચાહકો ખૂબ નારાજ થયા હતા. આના વિશે પૂછતાં વૉર્નરે કહ્યું હતું કે ‘આ જે-તે વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે. અમારા ગ્રાઉન્ડની બાઉન્ડરી ખૂબ લાંબી છે અને એથી ઘણી વાર ખૂબ તકલીફ પડે છે. તમે જ્યારે થાકી જાઓ છો ત્યારે બૅટિંગ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. જોકે આ ખૂબ મુશ્કેલ છે, પરંતુ મારે એક નામ આપવું હોય તો હું કહીશ કે રોહિત શર્મા આ રેકૉર્ડ તોડી શકે છે.’

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

આ પહેલા ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મૅચમાં શાનદાર રમત રમતા 335 રનની નોટઆઉટ ઇનીંગ રમી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ મેચના બીજા દિવસે 3 વિકેટે 589 રને દાવ ડિક્લેર કર્યો હતો. ટ્રિપલ સેન્ચુરી કરનાર વૉર્નર ઑસ્ટ્રેલિયાનો સાતમો પ્લેયર બન્યો છે અને તેણે સર ડૉન બ્રૅડમૅન અને માર્ક ટેલરનો 334 રનનો રેકૉર્ડ તોડ્યો છે.

cricket news rohit sharma brian lara david warner