રોહિત શર્માએ એક જ મેચમાં બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા

04 August, 2019 09:45 PM IST  |  Florida

રોહિત શર્માએ એક જ મેચમાં બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા

રોહિત શર્મા (File Photo)

Florida : ફ્લોરીડામાં ચાલી રહેલ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી20 સીરિઝમાં બીજી મેચમાં ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માએ શાનદાર બેટીંગ કરતા વધુ બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી20 મેચમાં અડધી સદી નોંધાવતાની સાથે જ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી નોંધાવનાર ક્રિકેટર બની ગયો હતો. તો બીજી તરફ તેણે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝના જ ક્રિસ ગેલના નામે આ રેકોર્ડ હતો.

રોહિતે ટી20 ક્રિકેટમાં પોતાની 21મી અડધી સદી ફટકારી
રોહિત શર્માએ બીજી ટી20 મેચમાં
40 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આક્રમક 50 રન પૂરા કર્યાં હતા. રોહિત શર્માની ટી20 આંતરરાષ્ટ્રીયમાં આ 21મી અડધી સદી છે. આ મામલામાં રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 20 અડધી સદી ફટકારી છે. રોહિત શર્મા 20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વખત ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવી ચુક્યો છે. હકીકતમાં રોહિતે 21 અડધી સદી સીવાય ટી20મા ચાર સદી પણ ફટકારી છે.

રોહિતે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો
રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ
3 છગ્ગા ફટકારતા ટી20મા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો. ગેલના નામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 105 છગ્ગા હતા. તો રોહિતના નામે હવે 107 છગ્ગા થઈ ગયા છે.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન
ખેલાડી           ટી20માં છગ્ગા
રોહિત શર્મા      107

ક્રિસ ગેલ         105
માર્ટિન ગુપ્ટિલ   103
કોલિન મુનરો    92
બ્રેન્ડન મેક્કુલમ   91

cricket news rohit sharma chris gayle west indies team india