રોહિત શર્માએ ઓપનર તરીકેની ડેબ્યૂ ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ...

05 October, 2019 03:54 PM IST  |  વિશાખાપટ્ટનમ

રોહિત શર્માએ ઓપનર તરીકેની ડેબ્યૂ ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ...

રોહિત શર્મા

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં ઓપનર તરીકે ડેબ્યૂ કરતા પોતાની પહેલી જ ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. પહેલા ટેસ્ટ મેચમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનાર દુનિયાના પહેલા ખેલાડી બની ગયા છે. આ પહેલાના મેચ સુધી મિડલ ઑર્ડરમાં નીચલા ક્રમે બેટિંગ કરતા રોહિત શર્માને ઓપનિંગ સ્લોટ પસંદ આવી રહ્યો છે.

પહેલી ઈનિંગમાં મારી હતી સેન્ચ્યુરી
શૉર્ટ ફોર્મેટના સૌથી ખતરનાક બેટ્સમેન રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 176 રન બનાવીને આઉટ થયા હતા. જે બાદ જ્યારે તેઓ બીજી ઈનિંગ રમવા આવ્યા ત્યારે તેણે એક વિશ્વ વિક્રમ બનાવ્યો. અને તે છે ઓપનિંગ બેટ્સમેન તરીકેની ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારવાનો વિક્રમ.

તોડ્યો આ રેકોર્ડ
જમણેરી બેટ્સમેન રોહિત શર્માએ આ મામલે 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. જે ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્લર વેસેલ્સના નામે હતો. જેણે ઈંગ્લેન્ડની સામે બ્રિસ્બેનના મેદાનમાં વર્ષ 1982માં 208 રન બનાવ્યા હતા. કેપ્લરે પહેલી ઈનિંગમાં 162 અને બીજી ઈનિંગમાં 46 રન બનાવ્યા હતા.

ટેસ્ટ મેચમાં ઓપનર તરીકે સૌથી વધુ રન
226 રન રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામે (176 & 50*)  વિશાખાપટ્ટનમ વર્ષ 2019

208 રન કેપ્લનર વેસેલ્સ ઈંગ્લેન્ડ સામે(162 & 46) બ્રિસબેન વર્ષ 1982

201 રન બ્રેન્ડન કુરૂપ્પુ ન્યૂઝીલેન્ડ સામે (201*) કોલંબો વર્ષ 1986

200 રન એંડ્રયૂ જેક્શન ઈંગ્લેન્ડ સામે(164 & 36) એડિલેડ વર્ષ 1986

200 રન ગૉર્ડ ગ્રેનેજ ભારત સામે (93 & 107) બેંગલુરૂ વર્ષ 1974

આ પણ જુઓઃ મનિષ પૉલના શોમાં સિતારાઓની મસ્તી, જુઓ તસવીરો

south africa rohit sharma cricket news