ફિલ્મ હાઉસફુલ-4ની કાસ્ટ અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, પૂજા હેગડે, બોબી દેઓલ અને ક્રિતી સેનને મનિષ પૉલના શોમાં હાજરી આપી અને ખૂબ જ મસ્તી કરી.
હાઉસ ફુલ 4માં ક્રિતી સેનન કૃતી ખરબંદા, બોબી દેઓલ, પૂજા હેગડે અને રિતેશ દેશમુખ છે. જે થિએટરમાં 25 ઓક્ટોબરે આવશે.
જ્યારથી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે ત્યારથી દર્શકોમાં ઉત્સુકતા છે. લોકોને કૉમેડીનો પુરો ડૉઝ મળવાની આશા છે.
આ ફિલ્મમાં પૂનઃ જન્મની કથા જોવા મળશે. ફિલ્મમાં વર્ષ 1419 અને વર્ષ 2019ની કહાની જોવા મળશે.
ધડક સ્ટાર્સ ઈશાન ખટ્ટર અને જાન્હવી કપૂર પણ મનીષના મહેમાન બન્યા.
જાન્હવી કપૂરની ફિલ્મોની વાત કરીએ તો જાન્હવી ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ, ઘોસ્ટ સ્ટોરીઝ સાથે વધુ 2 ફિલ્મોમાં જોવા મળશે.
દોસ્તાના 2ની વાત કરીએ તો ફિલ્મમાં કાર્તિક આર્યન, જાન્હવી કપૂર અને લક્ષ્ય છે.
દોસ્તાના 2માં, કાર્તિક આર્યન અને જાન્હવી કપૂર ભાઈ-બહેનની ભૂમિકામાં જોવા મળશે.
ઈશાન ખટ્ટર એ સુટેબલ બોયમાં જોવા મળશે. સાથે તે ખાલીપીલીમાં પણ છે.
એક લડકી કો દેખા તો ઐસા લગાના કો-સ્ટાર્સ સોનમ કપૂર અને રાજકુમાર રાવે પણ શોમાં હાજરી આપી.
સોનમ શો માટે ફ્લોરલ ગ્રીન સાડીમાં જોવા મળી. જેમાં તે ખૂબસુરત લાગી રહી હતી.
મનીષ પૉલનો નવો શો મુવી મસ્તી વિથ મનીષ પૉલ શરૂ થઈ ગયો છે. જેમાં સિતારાઓ મસ્તી કરી રહ્યા છે. જુઓ તસવીરો...તસવીર સૌજન્યઃ યોગેન શાહ