Wimbledon 2019 માં 11 વર્ષ બાદ ફેડરર અને નડાલ ડ્રીમ સેમીફાઇનલમાં ટકરાશે

11 July, 2019 06:28 PM IST  |  London

Wimbledon 2019 માં 11 વર્ષ બાદ ફેડરર અને નડાલ ડ્રીમ સેમીફાઇનલમાં ટકરાશે

રોજર ફેડરર અને રફેલ નડાલ (PC : FoxSportsAsia.com)

London : વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ Wimbledon Open 2019 તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. ત્યારે ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે શાનદાર પ્રદર્શન કરતા સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પણ મજાની વાત એ છે કે અન્ય એક ટેનિસ દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે પણ સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જો આ બંને ખેલાડીઓ વચ્ચે મેચ રમાય તો ટેનિસ પ્રેમીઓને બીજું જોઇએ શું. બંને વચ્ચે ડ્રીમ સેમી ફાઇનલ મેચ 12 જુલાઇના રોજ રમાશે. તો અન્ય એક સેમી ફાઇનલમાં નોવાક જોકોવિચ અને અગુટ વચ્ચે રમાશે.

વિમ્બલડનમાં ફેડરરે 100મી જીત મેળવી

સ્વિઝરલેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરર પોતાના 21મા ગ્રાન્ડસ્લેમ ટાઇટલથી માત્ર 2 જીત દુર છે. તો રફેલ નડાલ અત્યાર સુધી 18 ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ જીતી ચુકી છે. બીજી વરીયતા પ્રાપ્ત રોજર ફેડરરે બુધવારે એક ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં જાપાનના કેઈ નિશિકોરીને 4-6, 6-1, 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. ગ્રાસ કોર્ટ પર રમાતા વિમ્બલ્ડનમાં રોજર ફેડરરની આ 100મી જીત છે. તેણે પોતાના કારકિર્દીમાં મોટા ભાગની મેચ આ ગ્રાન્ડસ્લેમમાં જીતી છે.

નડાલને સેમી ફાઇનલમાં પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો
ત્રીજી વરિયતા પ્રાપ્ત રાફેલ નડાલે પણ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાના સૈમ ક્વેરીએ તેને પ્રથમ સેટમાં ટક્કર આપી હતી. પરંતુ નડાલે તેને અપસેટની તક ન આપી અને મુકાબલો  
7-5, 6-2, 6-2થી જીતી લીધો હતો.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

ફેડરર અને નડાલ વિમ્બલ્ડન 2008 બાદ પહેલીવાર સામ સામે ટકરાશે
મહત્વનું છે કે વિમ્બલ્ડન
2008 બાદ આ પહેલી તક છે જ્યારે સિંગલ્સમાં રોજર ફેડરર અને રાફેલ નડાલ સામે સામે ટકરાશે. આ વર્ષના બીજા ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપનમાં પણ આ બંન્ને ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયો હતો.જેમાં નડાલે જીત મેળવી હતી. ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટ પર રમાય છે અને નડાલ તેનો સુપરસ્ટાર છે. તે ફ્રેન્ચ ઓપન 12 વખત જીતી ચુક્યો છે.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

મહત્વનું છે કે ટેનિસ સ્ટાર રોજર ફેડરરની બાદશાહત ગ્રાસકોર્ટ પર જોવા મળી રહી છે. તે અત્યાર સુધી આઠ વખત વિમ્બલ્ડનનું ટાઇટલ જીતી ચુક્યો છે. તે
2006 અને 2007ની ફાઇનલમાં નડાલને હરાવી ચુક્યો છે. છેલ્લે જ્યારે આ બંન્ને ખેલાડી ટકરાયા હતા.

tennis news roger federer rafael nadal novak djokovic