Wimbledon 2019: રાફેલ નડાલને હરાવીને ફાઈનલમાં પહોંચ્યા રોજર ફેડરર

13 July, 2019 02:04 PM IST  |  લંડન

Wimbledon 2019: રાફેલ નડાલને હરાવીને ફાઈનલમાં પહોંચ્યા રોજર ફેડરર

રાફેલ નડાલને હરાવીને ફાઈનલમાં પહોંચ્યા રોજર ફેડરર

સ્વિટઝર્લેન્ડના અનુભવી ખેલાડી રોજર ફેડરરે સ્પેનિશ સ્ટાર રફેલ નડાલને હરાવીને 12મી વાર વિમ્બલડનની ફાઈનલમાં જગ્યા બનાવી છે. જેમાં તેમનો સામનો સર્બિયાના નોવાક જોકોવિચ સાથે થશે. 2008 બાદ આ પહેલી વાર છે જ્યારે આ ગ્રેન્ડસ્લેમના સિંગલ્સમાં 37 વર્ષીય ફેડરર અને નડાલનો સામનો થયો. આ વર્ષા બીજા ગ્રેન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપનમાં પણ આ બંને ખેલાડીઓમાં મુકાબલો થયો હતો. જેમાં નડાલે બાજી મારી હતી.

20 વાર ગ્રેન્ડસ્લેમના ચેમ્પિયન રહી ચુકેલા ફેડરર અને 18 વારને ચેમ્પિયન નડાલ વચ્ચેનો સેમીફાઈલનો મુકાબલો જોરદાર રહ્યો. જેમાં ફેડરરે બાજી મારી. જો કે બીજા સેટમાં બે વારના ચેમ્પિયન નડાલે જબરદસ્ત વાપસી કરી અને ફેડરરને માત્ર એક ગેમ જીતવા દીધી. જો કે ત્રીજા અને ચોથા સેટમાં ફેડરરને નડાલને પછાડીને મુકાબલો પોતાના નામે કર્યો.

આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

જોકોવિચ પણ ફાઈનલમાં
વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે સ્પેનના રોબર્ટો બતિસ્તા આગુટને હરાવીને વિમ્બલ્ડનના પુરૂષ સિંગલ્સના ફાઈનલમાં જગ્યા બનાવી. બે કલાક અને 49 મિનિટ સુધી ચાલેલા સેમીફાઈલમાં જોકોવિચે જીતીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. ગયા વર્ષના ચેમ્પિયન જોકોવિચે આ જીત સાથે સતત બીજા વર્ષે વિમ્બલડનના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

roger federer rafael nadal