30 July, 2025 06:59 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડથી ઇન્જર્ડ રિષભ પંતે પોતાનો આ ફોટો શૅર કર્યો હતાે.
ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડે ઇન્જર્ડ રિષભ પંતના સ્થાને તામિલનાડુના નારાયણ જગદીસનને સ્ક્વૉડમાં સામેલ કરવાની ઑફિશ્યલ જાહેરાત કરી હતી. રિષભ પંતે ગઈ કાલે પોતાના ફોટો શૅર કરીને ક્રિકેટ-ફૅન્સ માટે લખ્યું હતું, ‘મને તમારા તરફથી મળી રહેલા તમામ પ્રેમ અને શુભકામનાઓ માટે આભારી છું. આ મારા માટે શક્તિનો સ્રોત રહ્યો છે.’
રિષભ વધુમાં લખે છે, ‘મારા પગનું ફ્રૅક્ચર ઠીક થઈ જશે ત્યાર બાદ હું રીહૅબ શરૂ કરીશ. ધીરજ રાખીશ, દિનચર્યાનું પાલન કરીશ અને પોતાનું ૧૦૦ ટકા આપીશ. દેશ માટે રમવું મારા માટે હંમેશાં ગૌરવશાળી ક્ષણ રહી છે. હું એ કામને ફરીથી કરવા માટે ઉત્સુક છું જે મને ગમે છે.’
|
રિષભ પંતનું પ્રદર્શન |
|
|
મૅચ |
૪ |
|
ઇનિંગ્સ |
૭ |
|
રન |
૪૭૯ |
|
ફોર |
૪૯ |
|
સિક્સ |
૧૭ |
|
સેન્ચુરી |
૨ |
|
ફિફ્ટી |
૩ |
|
ઍવરેજ |
૬૮.૪૨ |
|
સ્ટ્રાઇક-રેટ |
૭૭.૬૩ |