રિષભ પંત આજના સમયનો વીરેન્દર સેહવાગ છે : માંજરેકર

11 May, 2019 10:15 AM IST  |  મુંબઈ

રિષભ પંત આજના સમયનો વીરેન્દર સેહવાગ છે : માંજરેકર

રિષભ પંત (File Photo)

ભારતના ભૂતપૂવર્‍ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકરે કહ્યું કે, રિષભ પંત આજની તારીખનો વીરેન્દ્ર સેહવાગ છે. માંજરેકર પ્રમાણે પંતની સાથે જુદું વર્તન થવું જોઈએ અને તેને સ્વાભાવિક રમત માટે પ્રોત્સાહિત કરવો જોઈએ.

માંજરેકરે પોતાના ટ્વીટમાં કહ્યું ‘પંત આજના સમયનો વીરુ છે. આ બૅટ્સમૅન સાથે અલગ વર્તન થવું જોઈએ. તે જેવો છે તેને તેવો રહેવા દેવો જોઈએ. તમે એને ટીમમાં પસંદ કરો કે ન કરો, એની રમતમાં ફેરફાર નહીં આવે.

પંતે બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી એલિમિનેટર મૅચમાં દિલ્હી વતી ૨૧ બોલમાં આક્રમક ૪૯ રનની તોફાની ઈનિંગ રમીને દિલ્હીને જીત સુધી પહોંચાડ્યું હતું. તે મૅન ઑફ ધ મૅચ જાહેર થયો અને મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી મનાતા પંતે આઈપીએલની આ સીઝનમાં અત્યાર સુધી ૧૫ મૅચમાં ૪૫૦ રન બનાવ્યા છે.

આ પણ વાંચોઃ IPL 2019:દિલ્હીને હરાવી ચેન્નાઈનો ફાઈનલ પ્રવેશ

પરંતુ પંતને વલ્ર્ડ કપ માટે સિલેક્ટ કરાયેલી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી, કારણ કે પસંદગીકારોએ પંતની જગ્યાએ અનુભવી દિનેશ કાર્તિકને ટીમના બીજા વિકેટકીપર તરીકે તક આપી છે. ભારતીય ક્રિકેટ ર્બોડના સિલેક્ટરોના ચૅરમૅન એમએસકે પ્રસાદે ટીમ પસંદગી બાદ કહ્યું હતું કે ‘પંત અસાધારણ પ્રતિભા છે અને તેની પાસે હજુ સમય છે પરંતુ આ વખતે ટીમમાં પસંદગી ન થવી દુર્ભાગ્યપૂર્ણ છે.’

 

Ipl 2019 sports news sanjay manjrekar cricket news virender sehwag