IPL 2019:દિલ્હીને હરાવી ચેન્નાઈનો ફાઈનલ પ્રવેશ

વિશાખાપટનમ્ | May 11, 2019, 10:08 IST

ધોનીની ટીમે ૬ વિકેટથી જીત મેળવીને ૧૦ સીઝનમાંથી રેકૉર્ડ આઠમી વખત ફાઇનલમાં કર્યો પ્રવેશ, આવતી કાલે મુંબઈ સામે થશે એનો મહામુકાબલો

IPL 2019:દિલ્હીને હરાવી ચેન્નાઈનો ફાઈનલ પ્રવેશ

ચેન્નઈની ટીમે પોતાના અસલ પ્રભાવશાળી અંદાજમાં કમબૅક કરતાં દિલ્હીની ટીમને આસાનીથી ૬ વિકેટથી હરાવીને આઇપીએલ ઇતિહાસમાં હાઇએસ્ટ આઠમી વખત પ્રવેશ કર્યો હતો. ચેન્નઈના ઓપનરો શૅન વૉટસન અને ફૉફ ડુ પ્લેસીએ ૫૦-૫૦ રન ફટકારીને દિલ્હીના બોલરોની ધુલાઈ કરી હતી. દિલ્હીના ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૭ સામે ચેન્નઈએ ૧૯ ઓવરમાં ૪ વિકેટે ૧૫૧ રન બનાવીને ૬ વિકેટથી જીત મેળવી લીધી હતી.

ટૉસ જીતીને ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલાં ફીલ્ડિંગનો ચતુરાઈભર્યો નર્ણિય લીધો હતો. એલિમિનેટર મૅચમાં હૈદરાબાદના ક્લાસ બોલરો સામે ૧૬૩ રનનો ટાર્ગેટ ચેઝ કરનાર દિલ્હીની ટીમ આ વખતે બૅટિંગમાં ફેલ ગઈ હતી. એણે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. પાછલી મૅચમાં ૫૬ રન બનાવનાર અન્ડર-૧૯ વલ્ર્ડ કપ વિજેતા કૅપ્ટન પૃથ્વી શૉ ફક્ત પાંચ રન બનાવીને દીપક ચહરનો શિકાર બન્યો હતો. શિખર ધવન (૧૮) અને કોલિન મનરો (૨૭) આક્રમક મૂડમાં જણાતા હતા, પણ બન્નેને અનુક્રમે હરભજન સિંહ અને રવીન્દ્ર જાડેજાએ આઉટ કર્યા હતા. ૮.૫ ઓવરમાં ૫૭ રને આ ત્રણેયની વિકેટ ગુમાવ્યા બાદ બૅટિંગ સેન્સેશન રિષભ પંતે એક છેડો સાચવીને બૅટિંગ કરી હતી, પણ બીજા છેડેથી વિકેટો સતત પડતી રહી હતી.

એક સમયે દિલ્હીનો સ્કોર ૧૧.૩ ઓવરમાં ૩ વિકેટે ૭૫ રન હતો અને ત્યાર પછી ૬ વિકેટે ૧૦૨ થઈ ગયો હતો. આમ તેમણે ૨૭ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલ અને કીમો પૉલને ડ્વેઇન બ્રાવોએ આઉટ કર્યા હતા. શેરફેન રુધરર્ફોડને હરભજન સિંહે શેન વૉટ્સનના હાથમાં ઝિલાવ્યો હતો. પાછલી મૅચમાં ૨૧ બૉલમાં પાંચ સિક્સરની મદદથી ૪૯ રન બનાવનાર રિષભ પંત આ મૅચમાં વધુ હિટિંગ કરી શક્યો નહોતો. તે ૨૫ બૉલમાં ૨ ફોર અને એક સિક્સરની મદદથી ૩૮ રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2019: દીકરી ઝીવા સાથે પાપા ધોનીનો ક્યૂટ વીડિયો વાયરલ

દીપક ચહરે ૨૮ રનમાં બે, હરભજન સિંહે ૩૧ રનમાં બે, રવીન્દ્ર જાડેજાએ ૨૩ રનમાં બે અને ડ્વેઇન બ્રાવોએ ૧૯ રનમાં બે વિકેટ લઈને દિલ્હીને નિયંત્રણમાં રાખ્યું હતું. ઇમરાન તાહિરે દિલ્હીના કૅપ્ટન શ્રેયસ અય્યરની પ્રાઇઝ-વિકેટ લીધી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK