16 November, 2026 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિન્કુ સિંહે સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય પ્રિયા સરોજ સાથેનાં પોતાનાં લગ્નમાં નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા હતા
ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહ અને તેની ફૅમિલીના સભ્યો ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા દિલ્હી પહોંચ્યા હતા. રિન્કુ સિંહે સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય પ્રિયા સરોજ સાથેનાં પોતાનાં લગ્નમાં નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા હતા. ગયા વર્ષે ૮ જૂને બન્નેએ લખનઉમાં ઘણા મોટો નેતાઓની હાજરીમાં સગાઈ કરી હતી.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર મુલાકાતનો ફોટો શૅર કરીને રિન્કુએ લખ્યું, `આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લગ્નનું આમંત્રણ આપીને તેમના આશીર્વાદ લીધા છે. અમારા માટે ખરેખર એક ખાસ ક્ષણ.` રિન્કુ અને પ્રિયા ૪ ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના લખનઉમાં લગ્નગ્રંથિથી જોડાશે.