રિચાનું ગોલ્ડ-પ્લેટેડ બૅટ અને બૉલથી થશે સન્માન

06 November, 2025 10:53 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

બૉલ અને બૅટ પર ભૂતપૂર્વ ક્રિકેટરો સૌરવ ગાંગુલી અને ઝુલન ગોસ્વામીના ઑટોગ્રાફ હશે

રિચા ઘોષ

ધ ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગૉલે ચૅમ્પિયન ભારતીય મહિલા ટીમની વિકેટકીપર-બૅટર રિષા ઘોષના સન્માન માટે શનિવારે ઈડન ગાર્ડન્સમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં તેના માટે ખાસ બનાવવામાં આવેલાં ગોલ્ડ-પ્લેટેડ બૅટ અને બૉલ વડે તેને સન્માનિત કરવામાં આવશે. આ બૉલ અને બૅટ પર ભૂતપૂર્વ ક્રિકેટરો સૌરવ ગાંગુલી અને ઝુલન ગોસ્વામીના ઑટોગ્રાફ હશે. રિચા ઘોષે ટુર્નામેન્ટમાં ૮ મૅચમાં ૨૩૫ રન બનાવ્યા હતા. તેનો ૧૩૩.૫૨ સ્ટ્રાઇક-રેટ સૌથી બેસ્ટ હતો.

cricket association of bengal womens world cup world cup indian womens cricket team cricket news sports sports news