✕

રેસ્ટ ઑફ ઇન્ડિયાએ રેકૉર્ડ ૩૧મી વખત ઈરાની કપ જીત્યો

05 October, 2026 02:16 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

૨૭૯ રનના ટાર્ગેટ સામે બીજી ઇનિંગ્સમાં જમ્મુ ઍન્ડ કાશ્મીર ૧૧૧ રને ઢેર

ટ્રોફી સાથે રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમ

શ્રીનગરના શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં ગઈ કાલે રેસ્ટ ઑફ ઇન્ડિયાએ જમ્મુ ઍન્ડ કાશ્મીરને ઈરાની કપ મૅચના ચોથા દિવસે ૧૬૭ રને હરાવ્યું હતું. રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ૨૩૭ રન અને ૩૧૯ રન કરીને ૨૭૯ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૭૮ રન કરનાર જમ્મુ ઍન્ડ કાશ્મીર બીજી ઇનિંગ્સમાં ૨૮.૪ ઓવરની રમત રમીને ૧૧૧-૧૦નો જ સ્કોર કરી શક્યું હતું. પહેલી વખત રણજી ચૅમ્પિયન બનનાર જમ્મુ ઍન્ડ કાશ્મીર પહેલી જ વખત ઈરાની કપ રમી રહ્યું હતું.

૧૯૫૯–’૬૦થી રણજી ટ્રોફી ચૅમ્પિયન્સ સામે રમાતા ઈરાની કપમાં રેસ્ટ ઑફ ઇન્ડિયા સૌથી વધુ ૩૧મી વખત ચૅમ્પિયન બન્યું છે. મુંબઈએ ૩૦ ઈરાની કપ રમીને ૧૫ વખત આ ટાઇટલ જીત્યું છે.

રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ચોથા દિવસે ૯૫મી ઓવરમાં ૩૦૬-૮ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. જોકે ટીમ ૯૯.૫ ઓવરમાં ૩૧૯ રન કરીને ઑલઆઉટ થઈ હતી. 

૨૯મી વર્ષગાંઠે ચૅમ્પિયન બન્યો રિષભ પંત

ગઈ કાલે ૪ ઑક્ટોબરે રેસ્ટ ઑફ ઇન્ડિયાનો કૅપ્ટન રિષભ પંત પોતાની ૨૯મી વર્ષગાંઠે મેદાન પર ઈરાની કપ રમી રહ્યો હતો. ફીવર અને ઇન્જરીઓ છતાં રમનાર રિષભ પંત આ મૅચમાં ૩૬ બૉલમાં ૧૦ રન અને ૧૮ બૉલમાં ૮ રન જ કરી શક્યો હતો. તેણે વિકેટકીપર તરીકે ૪ કૅચ પણ પકડ્યા હતા.

irani cup cricket news sports sports news india jammu and kashmir