શાસ્ત્રી હટાવો, દ્રવિડ લાવો

20 December, 2020 12:58 PM IST  |  Mumbai | Agencies

શાસ્ત્રી હટાવો, દ્રવિડ લાવો

શાસ્ત્રી હટાવો, દ્રવિડ લાવો

ગઈ કાલે ભારતની શરમજનક હાર બાદ સોશ્યલ મીડિયામાં જાતજાતની કમેન્ટ અને મીમ્સ વાઇરલ થયાં હતાં, જેમાં ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો ઊંઘતો ફોટો જબરદસ્ત વાઇરલ થયો હતો. લોકોએ ઊંઘી રહેલા શાસ્ત્રી સાથે રાહુલ દ્રવિડનો ફોટો મૂકીને ડિમાન્ડ કરી હતી કે શાસ્ત્રીને હટાવીને ટીમની જવાબદારી રાહુલ દ્રવિડ જેવા ખેલાડીના હાથમાં આપવાનો સમય આવી ગયો છે.
આ સિરીઝ પહેલાં છેલ્લે ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં ટીમ ઇન્ડિયાનો ૨-૦થી પરાજય થયો હતો.

સેહવાગે આપ્યો પરાજયને ભૂલવાનો પાસવર્ડ
49204084041

રમૂજી ટ્વીટ માટે જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દર સેહવાગે પણ ભારતની ગઈ કાલની કારમી હાર બાદ કરેલી ટ્વીટ ભારે વાઇરલ થઈ હતી. સેહવાગે ટ્વીટ કર્યું હતું કે આ ભૂંડા પરાજયને ભૂલવાનો OTP છે 49204084041. આ આંકડાઓ ગઈ કાલે ભારતીય બૅટસમેનોએ બનાવેલો તેમનો સ્કોર હતો. OTP એટલે વન ટાઇમ પાસવર્ડ.

sports sports news cricket news rahul dravid ravi shastri