13 February, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે રિલાયન્સ સાથેના એના સોદાની પુષ્ટિ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ એની પેટા-કંપની રાઇઝ વર્લ્ડવાઇડ દ્વારા ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ એટલે કે ૧૦૦ બૉલની મૅચવાળી ટુર્નામેન્ટની ટીમ ઓવલ ઇન્વિન્સિબલ્સમાં ૪૯ ટકા હિસ્સો ખરીદ્યો છે, જ્યારે ૫૧ ટકા હિસ્સો સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે પોતાની પાસે રાખ્યો છે. ૨૦૨૧થી રમાતી આ રોમાંચક ટુર્નામેન્ટમાં આ ટીમે બે વિમેન્સ અને બે મેન્સ ટાઇટલ જીત્યાં છે.
મુંબઈ ઇન્ડિયન્સે આ રીતે ભારત, અમેરિકા, UAE, સાઉથ આફ્રિકા બાદ હવે ઇંગ્લૅન્ડમાં પણ પોતાની હાજરી નોંધાવી છે. MI ફ્રૅન્ચાઇઝી હવે પાંચ દેશો અને ચાર ખંડોમાં બે વિમેન્સ ટીમ સહિત સાત T20 ક્રિકેટ ટીમોનું સંચાલન કરી રહી છે.