ટી૨૦ ઇન્ટરનૅશનલ ઘટાડો, લીગ ટુર્નામેન્ટને પ્રોત્સાહન આપો : શાસ્ત્રી

21 July, 2022 05:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં સાઉથ આફ્રિકાની ટીમે પોતાને ત્યાં જાન્યુઆરીમાં રમાનારી નવી ટી૨૦ લીગમાં રમવા ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેની શ્રેણી રદ કરી હતી. આ લીગમાં દેશ-વિદેશના ખેલાડીઓ રમશે.

રવિ શાસ્ત્રી

ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ મૅચોના ભરચક કાર્યક્રમને હળવો બનાવવો હોય તો ટી૨૦ ઇન્ટરનૅશલ્સ જેમાં ખાસ કરીને દ્વિપક્ષી ટી૨૦ સિરીઝોની સંખ્યા ઓછી કરી નાખવી જોઈએ અને આઇપીએલ જેવી ટી૨૦ લીગ ટુર્નામેન્ટોને પ્રોત્સાહન આપવું જોઈએ.’

તાજેતરમાં સાઉથ આફ્રિકાની ટીમે પોતાને ત્યાં જાન્યુઆરીમાં રમાનારી નવી ટી૨૦ લીગમાં રમવા ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેની શ્રેણી રદ કરી હતી. આ લીગમાં દેશ-વિદેશના ખેલાડીઓ રમશે.

 "ક્રિકેટરો પાસે હવે ટી૨૦ લીગ ટુર્નામેન્ટના ઘણા વિકલ્પ થઈ રહ્યા છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં ફ્રીલાન્સ ક્રિકેટરોની માર્કેટનો વ્યાપ ઘણો વધી જશે. ટેસ્ટ અને વન-ડે રમતા ઘણા લોકો કહેશે કે ટી૨૦ ક્રિકેટને હવે ડોમેસ્ટિક સ્તર સુધી જ સીમિત રાખવું જોઈએ" : માર્ક ટેલર

sports sports news t20 international ravi shastri