અમ્પાયર્સ સામે મશ્કરી કરનાર ટિમ ડેવિડને પચીસ ટકા મૅચ-ફીનો દંડ અને એક ડીમેરિટ પૉઇન્ટ મળ્યો

14 April, 2026 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલને વારંવાર હવામાં ઉછાળીને તપાસવાનો તેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

અમ્પાયર્સ સામે મશ્કરી કરનાર ટિમ ડેવિડને પચીસ ટકા મૅચ-ફીનો દંડ અને એક ડીમેરિટ પૉઇન્ટ મળ્યો

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ઑલરાઉન્ડર ટિમ ડેવિડને સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ દરમ્યાન અમ્પાયરની સૂચનાનો અનાદર કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તેને મૅચ-ફીના પચીસ ટકા દંડ સહિત એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો હતો. આ મૅચમાં તેણે ચોથા ક્રમે રમીને ૧૬ બૉલમાં બે ફોર અને ૩ સિક્સરના આધારે ૩૪ રન કર્યા હતા. અમ્પાયરોએ બૅન્ગલોરની બૅટિંગ દરમ્યાન અઢારમી ઓવરમાં બૉલ બદલ્યો હતો. ટિમ ડેવિડ બૉલનું નિરીક્ષણ કરવા માગતો હતો અને વારંવાર વિનંતી કરવા છતાં તેણે એ બૉલ અમ્પાયરોને મોડેથી આપ્યો હતો. વીસમી ઓવરમાં પણ તેણે આવી જ મશ્કરી કરી હતી. બૉલને વારંવાર હવામાં ઉછાળીને તપાસવાનો તેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

IPL 2026 mumbai indians cricket news sports news sports