મુંબઈએ હાર્દિક પંડ્યાના બદલામાં કલકત્તા પાસેથી હર્ષિત રાણા, રિન્કુ સિંહને માગવા જોઈએ : અશ્વિન

08 August, 2026 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્ર અશ્વિને IPL 2027 પહેલાં સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ટ્રેડ વિશે મોટું નિવેદન આપ્યું છે. IPL 2026 બાદ લગભગ નક્કી થઈ ગયું છે કે હાર્દિક પંડ્યા ફરીથી મુંબઈ ઇન્ડિયન્સ છોડશે.

મુંબઈએ હાર્દિક પંડ્યાના બદલામાં કલકત્તા પાસેથી હર્ષિત રાણા, રિન્કુ સિંહને માગવા જોઈએ : અશ્વિન

ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્ર અશ્વિને IPL 2027 પહેલાં સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ટ્રેડ વિશે મોટું નિવેદન આપ્યું છે. IPL 2026 બાદ લગભગ નક્કી થઈ ગયું છે કે હાર્દિક પંડ્યા ફરીથી મુંબઈ ઇન્ડિયન્સ છોડશે. જોકે હવે તેની નવી ટીમ કઈ હશે એ વિશે ભારે ચર્ચા થઈ રહી છે. 
રવિચન્દ્ર અશ્વિન પોતાની યુટ્યુબ ચેનલ પર એક ચર્ચા દરમ્યાન કહે છે, ‘એ વાતને નકારી શકાય નહીં કે હાર્દિક ચેન્નઈ સુપર કિંગ્સ અથવા કોલકતા નાઇટ રાઇડર્સ સિવાયની કોઈ ટીમમાં જઈ શકે છે. ચર્ચા એવી છે કે હાર્દિકના બદલામાં મુંબઈને ચેન્નઈ તરફથી શિવમ દુબે અને એક ફાસ્ટ બોલર ઑફર થશે. કલકત્તાની ટીમ કૅમરન ગ્રીનને મુંબઈમાં ટ્રેડ કરી શકે છે, પરંતુ જો કૅમરન ગ્રીન આવતા વર્ષે ઍશિઝ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરે તો શું થશે? જો હું મુંબઈમાં હોઉં તો હું એક જ શરતે કલકત્તા સાથે સોદો કરવા તૈયાર થાઉં : હાર્દિકના બદલામાં હર્ષિત રાણા, રિન્કુ સિંહ આપો. આ એકમાત્ર રસ્તો છે જેનાથી મુંબઈ વધુ મજબૂત બની શકે છે.’

ઓવરવેઇટ હર્ષિત રાણા સેન્ટર ઑફ એક્સલન્સની સલાહ માન્યા વગર ઇંગ્લૅન્ડ ટૂર પર ઊપડી ગયો હતો

ભારતના યંગ પેસ બોલર હર્ષિત રાણાને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લૅન્ડ ટૂર માટે ઊપડતાં પહેલાં હર્ષિત રાણાને સેન્ટર ઑફ એક્સલન્સ તરફથી તેનું વજન ૯૬ કિલોથી વધુ ન હોવું જોઈએ એવી સલાહ આપી દેવામાં આવી હતી. 
ભારતથી ઇંગ્લૅન્ડ ટૂર માટે ઊપડતાં પહેલાં સેન્ટર ઑફ એક્સલન્સમાં હર્ષિત રાણાનું વજન ૯૪ કિલો હતું. જોકે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી T20 મૅચ દરમ્યાન તે હૅમસ્ટ્રિંગ ઇન્જરીનો શિકાર બન્યો ત્યારે તેનું વજન ૯૭ કિલો નોંધાયું હતું. હર્ષિત રાણા વજન અંગેની સલાહ ન માનવાને કારણે ઇન્જર્ડ થયો હતો. 
ભારતીય ખેલાડીઓનું ફિટનેસનું સ્તર ઘટી રહ્યું હોવાથી ભારતીય ક્રિકેટ બોર્ડે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડીએ હવે બે વખત બ્રૉન્કો ટેસ્ટ પાસ કરવો પડશે. ફિઝિયો કમલેશ જૈનને પણ સૂચના આપી દેવામાં આવી છે કે ‘ખેલાડીના સ્ટારડમની ચિંતા કર્યા વિના નિર્ભીક અભિપ્રાય રજૂ કરો.’

cricket news hardik pandya mumbai indians rinku singh harshit rana kolkata knight riders sports news sports ravichandran ashwin