26 June, 2025 06:59 AM IST | London | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલ
હેડિંગ્લી ટેસ્ટ-મૅચના બીજા અને ત્રીજા દિવસે ૩-૩ કૅચ છોડવાને કારણે યશસ્વી જાયસવાલ સહિતના ભારતીય ફીલ્ડર્સ ભારે ટ્રોલ થયા હતા. જોકે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને તેમનો બચાવ કરીને એની પાછળનું કારણ સમજાવ્યું હતું.
અશ્વિન કહે છે, ‘ઠંડું વાતાવણ અને ડ્યુક્સ બૉલનો અનુભવ પણ મહત્ત્વપૂર્ણ છે. તેની આદત પાડવામાં થોડો સમય લાગી શકે છે. SG બૉલ હાથમાં સરસ અને આરામદાયક લાગે છે, કૂકાબુરા નાનો લાગે છે, જ્યારે ડ્યુક્સ વધુ મુશ્કેલ છે અને ફીલ્ડરના દૃષ્ટિકોણથી મોટો લાગે છે એ સરળ નથી.’