રવિ શાસ્ત્રીએ બીચ પરનો ફોટો શેર કર્યો, લોકોએ મીમ્સ બનાવી ટ્રોલ કર્યો

27 August, 2019 08:25 PM IST  |  Mumbai

રવિ શાસ્ત્રીએ બીચ પરનો ફોટો શેર કર્યો, લોકોએ મીમ્સ બનાવી ટ્રોલ કર્યો

રવિ શાસ્ત્રી (PC : Ravi Shastri, Instagram)

Mumbai : ટીમ ઇન્ડિયાના બીજીવાર મુખ્ય કોચ બનનાર રવિ શાસ્ત્રી સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહેતા હોય છે. હાલમાં જ રવિ શાસ્ત્રીએ પોતાના ઇન્ટેગ્રામ એકાઉન્ટમાં પોતાની એક ફોટો પોસ્ટ કરી હતી. ગણતરીની કલાકોમાં તેની આ ફોટો વાયરલ થઇ ગઇ અને લોકોએ તેના આ ફોટોને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા હાલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે અને ટીમે બે ટેસ્ટ મેચની સીરિઝમાં પહેલી ટેસ્ટ મેચ 318 રનના મોટા માર્જીનથી જીતી લીધી હતી.



રવિ શાસ્ત્રીએ કોકો બે બીચ પરથી ફોટો કરી પોસ્ટ અને લોકોએ તેને કર્યો ટ્રોલ
વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચ એક દિવસ પહેલા પુરી થઇ જતાં કોચ રવિ શાસ્ત્રી એન્ટીગુઆના કોકો બે બીચ પર ગયા અને તે બીચની એક તસવીર ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. ત્યાર બાદ યુઝર્સ અલગ-અલગ અને ફની મીમ્સ બનાવી રવિ શાસ્ત્રીને ટ્રોલ કરી રહ્યા છે. રવિ શાસ્ત્રીએ ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે,‘હોટ..હોટ..હોટ, આ સમય થોડો રસ (જ્યુસ) પીવાનો છે. કોકો બે રોક્સ ખૂબસૂરત છે.’ શાસ્ત્રીની આ પોસ્ટ થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ. આ પોસ્ટ સાથે શાસ્ત્રીએ તેમની એક તસવીર પણ શેર કરી છે.


આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

લોકોએ ફની મેમ્સ બનાવી રવિ શાસ્ત્રીને કર્યો ટ્રોલ
રવિ શાસ્ત્રીએ ફોટો પોસ્ટ કર્યા બાદ યુઝર્સે તેના ફોટોને ટ્રોલ કરી વાયરલ કર્યો હતો. એક યુઝર્સે લખ્યું કે,‘જ્યુસ, બીયર પીએ ચલો’. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે,‘દારૂ ઓછું પીજો. તમારી દારૂબાજીના ચક્કરમાં વર્લ્ડ કપ હારી ગયા છીએ.’ આ પછી સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ સતત રવિ શાસ્ત્રીને ટ્રોલ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ વેસ્ટઈન્ડીઝ સામે ટેસ્ટ મેચની જીત બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના સદસ્યોએ એક દિવસની રજા લીધી છે.

શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

 
cricket news ravi shastri team india