ટેસ્ટ-ક્રિકેટ રમવાની માત્ર છ દેશને છૂટ આપો : રવિ શાસ્ત્રી

23 July, 2022 01:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ક્વૉન્ટિટીને બદલે ક્વૉલિટી પર ભાર મૂકવો જોઈએ એમ તેમણે જણાવ્યું

રવિ શાસ્ત્રી

ભારતના ભૂતપૂર્વ હેડ-કોચ અને જાણીતા કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ જણાવ્યું છે કે ‘ટેસ્ટ ક્રિકેટનું ફૉર્મેટ ટોચની રૅન્કના છ દેશો પૂરતું જ મર્યાદિત રાખવું જોઈએ. ક્રિકેટજગતના મોવડીઓએ ક્વૉન્ટિટીને બદલે ક્વૉલિટી પર ભાર મૂકવો જોઈએ. હા, વાઇટ બૉલ ક્રિકેટના ફેલાવાને વધુ મહત્ત્વ મળે એ જોવું જોઈએ અને એને વિશ્વભરમાં ફેલાવવી જોઈએ.’

sports sports news cricket news ravi shastri