Video ભારતના બીજીવાર કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

18 August, 2019 09:43 AM IST  |  Mumbai

Video ભારતના બીજીવાર કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

Mumbai : રવિ શાસ્ત્રી ભારતીય ટીમના બીજીવાર કોચ તરીકે રીટેન થયા છે. ત્યારે ફરી કોચ બન્યા બાદ ટીમ ઇન્ડિયા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. હવે, રવિ શાસ્ત્રી ટીમના વર્ષ 2021 ટી20 વર્લ્ડ કપ સુધી કોચ બન્યા રહેશે. કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાના ભવિષ્યને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રમાયેલી ICC વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ રવિ શાસ્ત્રીને નેતૃત્વમાં સેમી ફાઇનલ સુધી પહોંચી હતી અને જ્યા તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

હું કોચ બન્યો કારણ કે મને ટીમ પર પુરો વિશ્વાસ હતો
: કોચ
રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય માટે પોતાની યોજનાનો ખુલાસો કરતા કહ્યું, 'હું તે માટે કોચ બન્યો કારણ કે મને આ ટીમ પર વિશ્વાસ હતો.'શાસ્ત્રીએ વધુમાં કહ્યું, 'મને વિશ્વાસ હતો કે આ ભારતીય ટીમ એક એવો વારસો છોડી શકે છે, જે ખુબ ઓછી ટીમ છોડી શકી છે. આ એવો વારસો છે જેનો આવનારા દાયકામાં પણ ટીમ પીછો કરશે.' આ સિવાય ટીમ ઈન્ડિયાના બીજીવાર હેડ કોચ બનવા પર રવિ શાસ્ત્રીએ કપિલ દેવની સમિતિનો આભાર વ્યક્ત કર્યો છે.


મારા પર વિશ્વાસ કરવા બદલ કપિલ દેવ અને તેમની ટીમનો આભાર માનું છું
: કોચ
કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું
, 'હું સૌથી પહેલા કપિલ દેવ, શાંતા અને અશુંમાનનો મારા પર 26 મહિના સુધી અને વધુ કામ કરવા માટે વિશ્વાસ વ્યક્ત કરવા માટે આભાર માનુ છું. મારા માટે આ ટીમનો ભાગ બનવું સન્માનની વાત છે.' મહત્વનું છે કે શાસ્ત્રીનો નવો કાર્યકાળ ટી20 વિશ્વકપ 2021 સુધી ચાલશે. શાસ્ત્રીની સામે હવે ચાર પડકાર છે, જેનો પાર પાડવા પળશે.

આ પણ જુઓ : ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

ટીમને લઇને રવિ શાસ્ત્રી સામે આ 4 પડકારો છે

1) 2020 ટી20 વિશ્વકપ

2) 2021 ટી20 વિશ્વકપ

3) 2021મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ

4) 2021મા જ વર્લ્ડ વનડે ચેમ્પિયનશિપ

રવિ શાસ્ત્રી જુલાઈ
2017 માં કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ 21 ટેસ્ટ મેચ રમી છે.જેમાંથી 13મા વિજય શયો છે. તો ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતને 36માથી 25 જીત મળી છે. તો વનડેમાં શાસ્ત્રીની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ કુલ 43 જીત મેળવી છે.

cricket news ravi shastri board of control for cricket in india virat kohli