યુવા પ્લેયર્સ સાથે સમય પસાર કરી રહ્યો છે કોચ રવિ શાસ્ત્રી

23 November, 2020 01:23 PM IST  |  Sydney | Agencies

યુવા પ્લેયર્સ સાથે સમય પસાર કરી રહ્યો છે કોચ રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી

ગણતરીના દિવસોમાં ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ સિરીઝ શરૂ થવાની છે એવામાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી યુવા પ્લેયર્સ સાથે સમય વિતાવી રહ્યો છે.
તાજેતરમાં શાસ્ત્રીએ યુવા પ્લેયર શુભમન ગિલ સાથે ચર્ચા કરતો પોતાનો એક ફોટો ટ્વિટર પર અપલોડ કર્યો હતો અને કહ્યું હતુ કે ‘ક્રિકેટ જેવી મહાન રમત વિશે થતી સારી વાતચીતને કોઈ અટકાવી શકતું નથી.’
ઉલ્લેખનીય છે કે કાંગારૂઓ સામેની વન-ડે અને ટેસ્ટ ક્રિકેટ ટીમમાં શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

australia cricket news ravi shastri