ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વખત મૅચ જોઈ રહેલા દીકરા સામે પાંચ વિકેટ લીધી રાશિદ ખાને

04 August, 2026 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ હન્ડ્રેડમાં રાશિદ ખાને પાંચ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો એવોર્ડ જીત્યો. ખાસ વાત એ રહી કે તેના દીકરા અઝલાને પહેલી વખત સ્ટેડિયમમાં પિતાની મેચ નિહાળી.

રાશિદ ખાન

મેન્સ ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં હાલમાં MI લંડનના ૧૮૩/૬ના સ્કોર સામે ૯૫ બૉલમાં ૧૩૮ રને ઑલઆઉટ થઈને મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ ૪૫ રને હાર્યું હતું. અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન ૨૦ બૉલમાં ૧૭ રન આપીને પાંચ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ધ હન્ડ્રેડની પોતાની સફરમાં પહેલી વખત પાંચ વિકેટ લીધા બાદ રાશિદ ખાને પોતાના દીકરા અઝલાન સાથેના ફોટો શૅર કર્યા હતા. તેણે લખ્યું કે ‘એક ખાસ દિવસ જે હું હંમેશાં યાદ રાખીશ. મારા દીકરાએ પહેલી વાર મને રમતો જોયો અને હું નસીબદાર છું કે મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ મળ્યો. મારો સૌથી મોટો સમર્થક, મારો સૌથી મોટો આશીર્વાદ અને મારો લકી ચાર્મ અઝલાન. ’રાશિદ ખાનનો દીકરો તેની IPL ટીમ ગુજરાત ટાઇટન્સની જર્સી પહેરીને આવ્યો હતો જેમાં પાછળ લખ્યું હતું ‘આવા દે’.જોકે આ ફોટોમાં પણ રાશિદ ખાને પોતાના દીકરાનો ચહેરો દેખાડ્યો નહોતો.  

rashid khan cricket news afghanistan sports news sports london