20 February, 2025 09:13 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાતના પ્રિયાંક પંચાલે ૧૧૭ રન ફટકાર્યા હતા.
અમદાવાદમાં રમાઈ રહેલી કેરલા અને ગુજરાત વચ્ચેની રણજી ટ્રોફીની સેમી-ફાઇનલમાં ત્રીજા દિવસે ગુજરાતે કેરલાને મજબૂત જવાબ આપ્યો હતો. કેરલાના ૪૫૭ રન સામે ગુજરાતે ગઈ કાલે ૧ વિકેટે ૨૨૨ રન કર્યા હતા, જેમાં પ્રિયાંક પંચાલની શાનદાર અણનમ સદી (૨૦૦ બૉલમાં ૧૧૭ રન)નો સમાવેશ હતો. ગુજરાત હજી કેરલા કરતાં ૨૩૫ રન પાછળ છે.