રાંચીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાનો 32 રનથી વિજય

09 March, 2019 11:57 AM IST  | 

રાંચીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાનો 32 રનથી વિજય

ખરી કસોટીમાં નિષ્ફળ : કરીઅરની ૪૧મી અને ઑસ્ટ્રેલિયા સામે આઠમી સેન્ચુરી ફટકારનાર ભારતનો કૅપ્ટન વિરાટ કોહલી.

મહેન્દ્ર સિંહ ધોનીના હોમ-ટાઉન રાંચીમાં ઍરૉન ફિન્ચ અને પ્લેયર ઑફ ધ મૅચ ઉસ્માન ખ્વાજાએ ૩૧.૫ ઓવરમાં ૧૯૩ રનની પાર્ટનરશિપ કરીને ઑસ્ટ્રેલિયા ભારતને સિરીઝ જીતતાં રોકવામાં સફળ થઈ ગયું હતું. ઑસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ૩૧૩ રન બનાવ્યા હતા. ૩૧૪ના ટાર્ગેટ સામે ૩૮મી ઓવરે કૅપ્ટન કોહલીની કીમતી વિકેટ ગુમાવતાં પરાજય નિશ્ચિત થઈ ગયો હતો. ભારત ૪૮.૨ ઓવરમાં ૨૮૧ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું.

આ પણ વાંચો : સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં પંતનું પ્રમોશન, ધવનનું ડિમોશન

ટૉસ જીતીને ભારતના કોહલીએ પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી બે વન-ડેમાં મોટી પાર્ટનરશિપ ન બનાવનાર કાંગારૂ ઓપનરો ઍરોન ફિન્ચ અને ઉસ્માન ખ્વાજાએ ૩૧.૫ ઓવરોમાં ૧૯૩ રન ઉમેરીને ભારતના બૉલરોને ટેન્શનમાં મૂક્યા હતા. કુલદીપ યાદવે કૅપ્ટન ફિન્ચને તેની ૧૨મી વન-ડે સેન્ચુરી પૂરી કરવા દીધી નહોતી. ફિન્ચ ૯૯ બૉલમાં ૧૦ ફોર અને ૩ સિક્સની મદદથી ૯૩ રન બનાવીને આઉટ થયો હતો. ઉસ્માન ખ્વાજાએ ૨૪મી વન-ડેમાં મેઇડન સેન્ચુરી ફટકારીને ક્લાસ બૅટિંગ કરી હતી. તેણે ૧૧૩ બૉલમાં ૧૧ ફોર અને ૧ સિક્સની મદદથી શાનદાર ૧૦૪ રન ફટકાર્યા હતા. ૩૧ બૉલમાં ૩ ફોર અને ૩ સિક્સની મદદથી ૪૭ રન બનાવનાર Bલેન મૅક્સવેલને રવીન્દ્ર જાડેજા-ધોનીએ રન-આઉટ કર્યો ત્યારે આખા સ્ટેડિયમમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ઑસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૧૩ રન બનાવ્યા હતા.

india australia virat kohli ms dhoni cricket news sports news