સરવને પાંચ જ મહિનામાં સિલેક્ટરનું પદ છોડ્યું

01 June, 2022 01:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેણે અંગત કારણસર તાત્કાલિક અમલમાં આવે એ રીતે આ પદ છોડી દીધું છે

રામનરેશ સરવન

૨૦૦૦-૨૦૧૩ દરમ્યાન ૨૮૬ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન અને બૅટર રામનરેશ સરવને ફક્ત પાંચ મહિનામાં જ મેન્સ સિનિયર અને જુનિયર ટીમના સિલેક્ટરનો હોદ્દો છોડી દીધો છે. ૨૦૨૪ના વર્ષના મધ્ય ભાગ સુધી તેની નિયુક્તિ થઈ હતી, પરંતુ તેણે અંગત કારણસર તાત્કાલિક અમલમાં આવે એ રીતે આ પદ છોડી દીધું છે.

૧૯૮૯થી ૧૯૯૧ દરમ્યાન ૮ વન-ડે રમનાર વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ લેગ-સ્પિનર રૉબર્ટ હેઇન્સ કામચલાઉ ધોરણે સરવનનું કામ સંભાળશે. જોકે નવા સિલેક્ટરની ક્રિકેટ બોર્ડે શોધખોળ શરૂ કરી દીધી છે.

વર્તમાન સિલેક્શન પૅનલમાં ડેસ્મંડ હેઇન્સ ચીફ સિલેક્ટર છે અને ફિલ સિમન્સ ચીફ-કોચ છે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ હાલમાં નિકોલસ પૂરનના સુકાનમાં નેધરલૅન્ડ્સમાં વન-ડે સિરીઝ રમવા ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝે આ સિરીઝ જીતીને આવતા વર્ષે ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થવાનું છે.

sports sports news cricket news west indies