22 February, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા જૉલી પ્રીમિયર લીગનો શાનદાર પ્રારંભ
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત લેધર બૉલ T10 ટુર્નામેન્ટ જૉલી પ્રીમિયર લીગની પંદરમી સીઝનની ગઈ કાલે શરૂઆત થઈ હતી.
ઓપનિંગ સેરેમનીમાં ગુરુકુળ સ્કૂલના બૅન્ડથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે ૧૨ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે એ બૅન્ડ સાથે પરેડ કરીને સ્ટેજ પાસે આવી હતી. ત્યાર બાદ રમતગમતનાં ગીતો પર ૮ યુવકો-યુવતીઓએ સુંદર ડાન્સ કર્યો હતો.
ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી, ટ્રેઝરર બળવંત સંઘરાજકા, જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર ધર્મેશ મહેતા, કારોબારી સભ્યો નલિન મહેતા, કૅપ્ટન સ્વામીનાથન અને નીતિન ઠક્કરની હાજરીમાં અને મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરાના આશીર્વાદથી ક્રિકેટ-ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા અને તેમની સબ-કમિટીના અથાગ પુરુષાર્થથી સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી તથા ટ્રસ્ટી-ટ્રેઝરર બળવંત સંઘરાજકા દ્વારા મુખ્ય સ્પૉન્સર વર્ધમાન ગ્રુપના સાહિલ મહેતા તથા ફૂડ-પાર્ટનર કૅબ કન્સ્ટ્રક્શનના ભાવિન છેડાને શાલ, બુકે તથા મેમેન્ટોથી નવાજવામાં આવ્યા હતા. ૧૨ ટીમના સ્પૉન્સરોને પણ બુકે તથા મેમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.
વર્ધમાન કપ ટ્રોફીનું અનાવરણ કર્યા બાદ આકાશમાં રંગબેરંગી બલૂન છોડીને, રાષ્ટ્રગીત ગાઈને તથા રિબન કાપીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ટુર્નામેન્ટ ૨૧, ૨૨, ૨૩ ફેબ્રુઆરી તથા ૧ માર્ચે રમાડવામાં આવશે.