રજત શર્માએ વિવાદો બાદ દિલ્હી ક્રિકેટના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

16 November, 2019 01:35 PM IST  |  New Delhi

રજત શર્માએ વિવાદો બાદ દિલ્હી ક્રિકેટના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

રજત શર્મા (PC : Jagran)

દિલ્હી ક્રિકેટમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદ બાદ અંતે શનિવારે અધ્યક્ષ રજત શર્માએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. રજત શર્માએ શનિવારે સવારે ટ્વિટ કરીને પોતાના રાજીનામા અંગેની માહિતી આપી હતી. મળતી માહિતી પ્રમાણે દિલ્હી ક્રિકેટ એસોશિએશનના અન્ય સભ્યોએ એવો પ્રસ્તાવ પાસ કર્યો કે તેમની તમામ પાવર છીનવાઇ લેવામાં આવ્યા છે. એવામાં તેમના કોઇ કામો રહેતા ન હતા. રજત શર્માના રાજીનામાનું આ મુખ્ય કારણ ગણવામાં આવે છે. રજત શર્માએ આજે શનિવારે ટ્વિટ કરીને DDCA માંથી પોતાના રાજીનામાની જાણકારી આપી હતી.



મહત્વનું છે કે રજત શર્માએ દિલ્હી ક્રિકેટના અધ્યક્ષ બન્યા બાદ દિલ્હીના ઐતિહાસીક સ્ટેડિયમ ફિરોજશાહ કોટલાનું નામ બદલીને અરૂણ જેટલી સ્ટેડિયમ નામ રાખવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેને મંજુરી આપવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે સ્વ. અરૂણ જેટલી અને રજત શર્મા સારા મિત્રો હતા. અરૂણ જેટલી દિલ્હી ક્રિકેટના લાંબા સમય સુધી અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.



દિલ્હી અને ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએસનના ટ્વિટર પર લખવામાં આવ્યું હતું કે, ‘રજત શર્માએ દિલ્હી ક્રિકેટના અધ્યક્ષ પદેથી તત્કાલ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાને એપેક્સ કાઉંસીલમાં મોકલી દેવામાં આવ્યું છે.’ મહત્વનું છે કે દિગ્ગજ પત્રકાર રજત શર્મા ગત વર્ષ 2018માં જ દિલ્હી ક્રિકેટ એસોશિએસનના અધ્યક્ષ પદ પર ચુંટવામાં આવ્યા હતા. અધ્યક્ષ પદની રેસમાં રજત શર્માએ પુર્વ ક્રિકેટર મદનલાલને પછાડીને ચુંટણી જીત્યા હતા.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

રજત શર્માએ ટ્વિટ કરીને કહ્યું...
રજત શર્માએ ટ્વિટર પર રાજીનામું આપતા લખ્યું હતું કે, ‘પ્રિય સભ્યો, દિલ્હી ક્રિકેટના અધ્યક્ષના રૂપમાં મારા પર વિશ્વાસ રાખવા બદલ તમામનો આભાર માનું છું. દિલ્હી ક્રિકેટ સાથેના મારા નાના કાર્યકાળ દરમ્યાન મેં સત્ય અને ઇમાનદારીથી કામ કરી એસોશિએશનના હિતમાં તેને આગળ લઇ જવા માટે દરેક સંભવ પ્રયાસો કર્યો. જોકે મારા આ પ્રયાસોમાં મને ઘણી તકલીફો, વિરોધનો સામનો કરવો પડ્યો

cricket news delhi