10 November, 2025 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજત પાટીદાર
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના કૅપ્ટન રજત પાટીદાર વિશે ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. સાઉથ આફ્રિકા સામેની પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ દરમ્યાન તેના સ્નાયુઓમાં ખેંચાણ આવતાં તે ક્રિકેટ માટે અનફિટ બન્યો હતો. અહેવાલ અનુસાર રજત પાટીદાર લગભગ ૪ મહિના સુધી રમતથી દૂર રહી શકે છે. આના કારણે તે સમગ્ર રણજી ટ્રોફી સીઝન અને અન્ય ઘણી મોટી સ્થાનિક ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. તે IPL 2026 સુધીમાં પાછો ફરે એવી અપેક્ષા છે.
૩૨ વર્ષના સ્ટાર બૅટર રજત પાટીદારે છેલ્લાં બે વર્ષમાં ભારતની ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં કૅપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન સુનિશ્ચતિ કરી શક્યો નથી.