પ્લેયરોના ઘરે રહેવાથી ઘરની મહિલાઓ ખુશ

20 April, 2020 04:05 PM IST  |  London | Agencies

પ્લેયરોના ઘરે રહેવાથી ઘરની મહિલાઓ ખુશ

પ્લેયરોના ઘરે રહેવાથી ઘરની મહિલાઓ ખુશ

વૈશ્વિક કોરોના બીમારીને લીધે પ્લેયરો ઘરે સમય વિતાવી રહ્યા છે. જોકે કેટલાક પ્લેયરોને ઘરે કંટાળો આવી રહ્યો છે, પણ બીજી બાજુ કેટલાક પ્લેયરોના ઘરની મહિલાઓ ખાસ કરીને મમ્મી અને પત્ની ઘણી જ ખુશ છે. જોસ બટલર, રોબિન ઉથપ્પા અને વરુણ એરોનની પત્ની જ્યારે રિયાન પરાગની મમ્મી ઘણી જ ખુશ છે કે તેમના પતિ અને દીકરા ઘરે છે. એમાં પણ બટલર અને ઉથપ્પા જેવા પ્લેયર રસોઈઘરમાં ખાવાનું બનાવતા શીખી રહ્યા હોવાથી પત્નીઓનો આનંદ ઓર ખીલી ઊઠ્યો છે.

સોશ્યલ મીડિયામાં રાજસ્થાન રૉયલ્સ સાથે વાત કરતાં જોસ બટલરની પત્ની લુસી બટલરે કહ્યું કે ‘તેઓ ત્રણ અઠવાડિયાંથી ઘરે છે અને મને એ ઘણું ગમે છે. તે ઘણું ખાવાનું પણ બનાવે છે અને મને સાફ-સફાઈમાં મદદ કરવા પણ આવી પહોંચે છે.’

બીજી બાજુ રોબિનની પત્ની શિતલે કહ્યું કે ‘એક લાંબા સમય માટે રોબિનનું ઘરે હોવું સારી વાત છે. તે કુકિંગમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે.’

૧૮ વર્ષના રિયાન પરાગની મમ્મી પણ ઘણી ખુશ છે કે તેમનો દીકરો ઘરે છે. રિયાનની માતા મીઠુ બરૂઆએ કહ્યું કે ‘મને ગમે છે કેમ કે મારો દીકરો મારી સાથે ઘરે સમય વિતાવે છે. તે ક્રિકેટથી દૂર રહે એવું પણ હું નથી ઇચ્છતી, કેમ કે ક્રિકેટ તેનું પેશન છે. હા, તે ઘરમાં રહીને આખો દિવસ રમતો રહે છે અને મને હેરાન કરતો રહે છે.’

વરુણ ઍરોનની પત્ની રાગિણીએ પણ પતિ ઘરે હોવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.લૉકડાઉનમાં બટલર અને ઉથપ્પા ખાવાનું બનાવતા શીખી રહ્યા છે

ipl 2020 jos buttler rajasthan royals cricket news sports news robin uthappa