10 February, 2025 08:57 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
કૅચ પકડવાના ચક્કરમાં ઘાયલ થયો રાચિન રવીન્દ્ર.
લાહોરના અપગ્રેડ થયેલા ગદ્દાફી સ્ટેડિયમમાં હાલમાં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી મૅચ રમાઈ હતી. આ પહેલી જ મૅચમાં ભારતીય મૂળનો ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર ઘાયલ થયો હતો. મૅચની પહેલી ઇનિંગ્સ્માં તેણે ૧૯ બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી પચીસ રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગ્સમાં બોલિંગ કરતાં તેણે ત્રણ ઓવરમાં એક પણ વિકેટ લીધા વિના ૧૪ રન આપ્યા હતા.
પાકિસ્તાનની બૅટિંગ સમયે ૩૮મી ઓવરમાં રાચિન ડીપ સ્ક્વેર-લેગ પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. સ્પિનર માઇકલ બ્રેસવેલની ઓવરમાં પાકિસ્તાનના ખુશદિલ શાહે મારેલા શૉર્ટ પર કૅચ પકડવા ગયો, પણ સ્ટેડિયમની ફ્લડલાઇટના અવરોધને કારણે તેણે નિયંત્રણ ગુમાવ્યું અને બૉલ તેના માથા પર વાગ્યો હતો. તે લોહીલુહાણ થતાં જ તેને મેડિકલ સ્ટાફ દ્વારા મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. લોહીલુહાણ થયેલા રાચિન રવીન્દ્રને જોઈ સાથી પ્લેયર ઉપરાંત પાકિસ્તાની બૅટર્સ અને અમ્પાયર્સ પણ તેની મદદ માટે દોડી આવ્યા હતા.
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે ગઈ કાલે અપડેટ આપી છે કે ‘માથામાં થયેલી ઇજાને કારણે થોડા ટાંકા લેવા પડ્યા છે, તે હવે ઠીક છે. તેનું નિરીક્ષણ ચાલુ રહેશે, પરંતુ તે સાઉથ આફ્રિકા સામે મૅચ રમી શકે એવી શક્યતા નથી.’ પાકિસ્તાનમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ના ૧૦ દિવસ પહેલાં રાચિન રવીન્દ્ર ઇન્જર્ડ પ્લેયર્સના લિસ્ટમાં સામેલ થયો છે.